News of Tuesday, 3rd December 2024
તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેલ મળતાં જ પોલીસ એલર્ટ; તાજમાં સુરક્ષા વધારી દેવામાં આવી
ડીસીપી સિટી સૂરજ રાયે જણાવ્યું કે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે તે ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તેની તપાસ માં જુદી જુદી પોલીસ ટીમો જોડાઈ

નવી દિલ્હી તા.૩ : તાજમહેલને બોમ્બની ધમકી મળી છે. ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ તાજ ખાતે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને અન્ય ટીમો આવી પહોંચી છે અને તપાસમાં લાગેલી છે. તાજમહેલને બોમ્બની ધમકી મળી છે. ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ તાજ ખાતે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને અન્ય ટીમો આવી પહોંચી છે અને તપાસમાં લાગેલી છે. ડીસીપી સિટી સૂરજ રાયે જણાવ્યું કે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. તાજમહેલની આસપાસ પહેલેથી જ સુરક્ષા છે. તેને વધુ મજબૂત કરવામાં આવ્યું છે. ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ રાખવામાં આવી નથી.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
