<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે અચાનક કટોકટી માર્શલ લૉ જાહેર કર્યો : "રાજ્ય વિરોધી" દળોને બોલાવીને અને તેમના પર મહાભિયોગ કરવાના પ્રયાસોની ટીકા કરી

એવું પ્રથમ વખત થાય રહ્યું છે કે 1980 ના દાયકાના અંતમાં દેશમાં લશ્કરી સરમુખત્યારશાહીનો અંત આવ્યો ત્યારથી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ માર્શલ લો જાહેર કર્યો હોય

સીઓલ : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલે મંગળવારે કટોકટી માર્શલ લો જાહેર કર્યો, વિપક્ષ પર "બળવો" અને "મુક્ત લોકશાહીને ઉથલાવી દેવાનો પ્રયાસ" કરવાનો આરોપ લગાવ્યો.

1980 ના દાયકાના અંતમાં દેશની લશ્કરી સરમુખત્યારશાહીનો અંત આવ્યો ત્યારથી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ લશ્કરી કાયદો જાહેર કર્યો તેવુ આ પ્રથમ વખત થઈ રહ્યું છે. મિસ્ટર યુન, જેઓ 2022 માં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, સંસદને નિયંત્રિત કરતા વિપક્ષો સાથે લગભગ સતત રાજકીય અવરોધમાં છે.

મંગળવારે રાત્રે એક રાષ્ટ્રીય ટેલિવિઝન ભાષણમાં, શ્રી યૂને તેમની કેબિનેટના સભ્યોને મહાભિયોગ કરવા અને તેમની સરકારની બજેટ યોજનાઓને અવરોધિત કરવા માટે રાષ્ટ્રીય વિધાનસભામાં તેની બહુમતીનો વારંવાર ઉપયોગ કરવા બદલ વિપક્ષની નિંદા કરી.

શ્રી યૂને કહ્યું કે આનાથી "વહીવટને લકવો થઈ ગયો છે."  "રાષ્ટ્રીય એસેમ્બલી, જે મુક્ત લોકશાહીનો પાયો હોવો જોઈએ, તે એક રાક્ષસ બની ગયો છે જે તેનો નાશ કરી રહ્યો છે."

મંગળવારે રાત્રે લાઇવસ્ટ્રીમમાં, આ તકે દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે-મ્યુંગે નાગરિકોને નેશનલ એસેમ્બલીમાં ભેગા થવા કહ્યું, જ્યારે તે પોતે ત્યાં જઈ રહ્યા હતા. "માર્શલ લો જાહેર કરવાનું કોઈ કારણ નથી. અમે આ દેશને સૈન્ય દ્વારા શાસન કરવાની મંજૂરી આપી શકીએ નહીં," તેમણે કહ્યું. "રાષ્ટ્રપતિ યુન સીઓક યેઓલે લોકો સાથે દગો કર્યો છે. રાષ્ટ્રપતિ યુન દ્વારા કટોકટી માર્શલ લોની ગેરકાયદેસર ઘોષણા રદબાતલ અને અમાન્ય છે. આ ક્ષણથી, શ્રી યુન હવે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નથી."

રાષ્ટ્રપતિ યુને, રાષ્ટ્રને એક અઘોષિત સંબોધનમાં, દાવો કર્યો હતો કે તેમના દેશની પરિસ્થિતિ "ઉત્તર કોરિયા તરફી અને રાજ્ય વિરોધી દળો" દ્વારા એટલી ખતરનાક બનાવવામાં આવી છે કે "તે તોફાન પહેલાં મીણબત્તી સમાન છે."

તેમણે વધુમાં કહ્યું કે "હું ઉત્તર કોરિયાના સામ્યવાદી દળોથી સ્વતંત્ર દક્ષિણ કોરિયાનો બચાવ કરવા, આપણા લોકોની સ્વતંત્રતા અને સુખનો શિકાર બનેલા બેશરમ-ઉત્તર કોરિયન અને રાજ્ય-વિરોધી દળોને ખતમ કરવા અને સ્વતંત્રતાની સુરક્ષા માટે માર્શલ લૉની જાહેરાત કરું છું. હું દક્ષિણ કોરિયાને વિનાશ અને નિરાશાથી બચાવીશ અને માર્શલ લો દ્વારા તેનું પુનઃનિર્માણ કરીશ."

 

(8:11 PM IST)