News of Tuesday, 3rd December 2024
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ હૈદરાબાદ સ્થિત વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન ગ્રંથીથી ૨૨ તારીખે જોડાઈ જશે

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતની વિશ્વપ્રસિદ્ધ બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ ૨૨ ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન ગ્રંથિથી જોડાઈ રહી છે. લાંબા સમયથી એક પણ મેડલ નહીં મેળવનાર સિંધુએ રવિવારે લખનૌમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ખાતે વિજય મેળવ્યો હતો.
ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન પી વ સિંધુ, હૈદરાબાદ સ્થિત વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન સંબંધોથી જોડાઈ રહી છે, વેંકટ દત્તા સાઈ પોસિડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
વેંકટ દત્તા સાઈએ એક સમયે આઈપીએલ ટીમનું સંચાલન પણ કર્યું હતું.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
