તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Tuesday, 3rd December 2024
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કર્ણાટક હાઇકોર્ટની મોટી રાહત :ઇલેકટોરલ બોન્ડ ખરીદવા માટે દબાણ કરવા અંગેનો કેસ રદ કર્યો
રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ વિરુદ્ધ વેપારી સંસ્થાઓને ઇલેકટોરલ બોન્ડ ખરીદવા માટે દબાણ મુકવાનો ફોજદારી ગુનો દાખલ હતો જેને અદાલતે રદ કર્યો:આ કેસમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સહ-આરોપી હતા.

બેંગલુરુ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કર્ણાટક હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ઇલેકટોરલ બોન્ડ કેસમાં રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ વિરુદ્ધ વેપારી સંસ્થાઓને ઇલેકટોરલ બોન્ડ ખરીદવા માટે દબાણ મુકવાનો ફોજદારી ગુનો દાખલ હતો જેને અદાલતે રદ કર્યો હતો. આ કેસમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સહ-આરોપી હતા.
આ કેસમાં કર્ણાટક હાઇકોર્ટે 20 નવેમ્બરના રોજ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જેમાં પૂર્વ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ આ કેસમાં તેમની વિરુદ્ધની પોલીસ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. જ્યારે જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ સુનવણી દરમ્યાન આ અરજી સ્વીકારીને ચુકાદો આપ્યો હતો. પોલીસે કાર્યકર્તા આદર્શ.આર.અય્યરની અરજી પર આ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઇડીના અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે સીનિયર વકીલ કે.જી. રાઘવને જણાવ્યું હતું કે, કોર્ટે અરજદાર કટીલ સામેની એફઆઇઆર રદ કરી છે. અમે કટીલ વતી અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે નિર્મલા સીતારમણ આમાં અરજદાર નહોતા.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
