તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Wednesday, 4th December 2024
૧પ ડિસેમ્બરે સમસ્ત મહાજન દ્વારા મુંબઇમાં દાનોત્સવ ઉજવાશે
જીવદયાના કાર્યમાં મહત્તમ યોગદાન આપતી મહારાષ્ટ્રની સંસ્થાઓને ૧ કરોડની ધનરાશી અપાશેઃ ગૌમાતાને રાજય માતા ઘોષિત કરાશે

રાજકોટઃ વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જાનવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડો. ગીરીશભાઇ શાહનાં નેતૃત્વમાં રવિવાર, નવજીવન સોસાયટી હોલ-મુંબઇ ખાતે ગૌમાતાને રાજય માતા ઘોર્ષિત કરવા, પ્રતિ દિવસ પશુ દીઠ પ૦ની સબસિડી, રાજય શકિત જે મૂલ્યો અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે તેની ઉજવણીના ભાગરૂપે દાનોત્સવ ઉજવાશે જેમાં મહારાષ્ટ્રની જીવદયાનાં કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપતી સંસ્થાઓને કરોડોની ઘનરાશી અપર્ણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં પશુઓના ચારાની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઇ છે. જેના હિસાબે પાંજરાપોળોને ગૌઘન નિભાવવું અતિ મુશ્કેલ બની ગયું છે. આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે મહારાષ્ટ્રની પાંજરાપોળને સમસ્ત મહાજન દ્વારા ૧ કરોડથી વધુની ધનરાશી અપર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા઼ જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન,ગૌચર વિકાસ, ગૌઆધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્ર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌસંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ,પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર ર્વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશેᅠ. આ સંમેલનમા઼ સાધુ-સંતો તેમજ જાહેર જીવનના અગ્રણીઓ, ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટી (એસ.પી.સી.એ) ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ-ચારાની ઉપલબ્ધના, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢકળ પ્રશ્રોના સામનો કરવાનો હોય છે. આ પ્રશ્રો અંગેની વિશે છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર મહારાષ્ટ્રની સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓએ એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો પરિચય થાય સાથમાં જ સમસ્ત મહાજન દ્વારા કરવામા઼ આવતી કાર્યવાહીઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે તેમ ડો. ગીરીશભાઇ શાહ, મિતલભાઇ શાહ, મિતલ ખેતાણી, દેવેન્દ્ર જૈન, પરેશ શાહ, ગીરીશભાઇ સત્રા નુતનબેન દેસાઇની યાદીમાં જણાવાયું છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
