<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

દુનિયામાં ભાડા પર ગર્લફ્રેન્‍ડ-બોયફ્રેન્‍ડનું ચલણ કેમ વધી રહયુ છે

ખાસ કરીને ચીન અને જાપાન આ ટ્રેન્‍ડમાં સૌથી આગળ છે, જ્‍યાં વ્‍યક્‍તિ દરેક ઈચ્‍છા પૂરી કરવા માટે ઉપલબ્‍ધ છે ખભા પર બેસીને રડવાનું મન થાય તો હવે તેના માટે એક નિશ્‍ચિત દર

નવી દિલ્‍હી, તા.૪: એવું કહેવાય છે કે પૈસા બધું ખરીદી શકે છે, પરંતુ સાચો પ્રેમ નથી, કારણ કે તે અમૂલ્‍ય છે અને માત્ર તક દ્વારા મળી શકે છે. આ એવી વસ્‍તુ છે જેની કોઈ કિંમત નથી. પરંતુ આજે કેટલાક દેશો તેને ખોટો સાબિત કરવા માટે તેની કિંમત નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્‍યા છે.

આ સંદર્ભમાં, સમગ્ર વિશ્વમાં ભાડા પર ગર્લફ્રેન્‍ડ-બોયફ્રેન્‍ડનું ચલણ ઝડપથી વધી રહ્‍યું છે. જો કોઈને પ્રેમની કેટલીક પળો વિતાવવાની ઈચ્‍છા હોય, કોઈની સંગતની જરૂર હોય અથવા કોઈના ખભા પર બેસીને રડવાનું મન થાય તો હવે તેના માટે એક નિશ્‍ચિત દર છે. ખાસ કરીને ચીન અને જાપાન આ ટ્રેન્‍ડમાં સૌથી આગળ છે, જ્‍યાં વ્‍યક્‍તિ દરેક ઈચ્‍છા પૂરી કરવા માટે ઉપલબ્‍ધ છે.

હાલમાં જ વિયેતનામથી આ ટ્રેન્‍ડને લઈને એક રસપ્રદ રિપોર્ટ સામે આવ્‍યો છે. જ્‍યાં લોકો પોતાના માતા-પિતાને ખુશ કરવા માટે ગર્લફ્રેન્‍ડ કે બોયફ્રેન્‍ડને હાયર કરી રહ્‍યા છે.

મિન્‍હ થુ, વિયેતનામની ૩૦ વર્ષીય પ્રોફેશનલ મહિલા, સંબંધની શોધમાં હતી. તેના માતા-પિતા તેના પર લગ્ન માટે દબાણ કરી રહ્‍યા હતા કારણ કે તેઓ ઈચ્‍છતા ન હતા કે તેમની દીકરી આ ઉંમરે એકલી રહે. મિન્‍હ થુએ આ સમસ્‍યાનો અનોખો ઉપાય શોધી કાઢયો છે. સમયની સાથે બંને વચ્‍ચે પ્રેમ ખીલ્‍યો અને તેમનો સંબંધ વધુ ગાઢ બન્‍યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે, વિયેતનામમાં એક અઠવાડિયા માટે ગર્લફ્રેન્‍ડ અથવા બોયફ્રેન્‍ડને ભાડે આપવાનો ખર્ચ લગભગ ૧૦૦ યુએસ ડોલર (લગભગ ૮,૦૦૦-૯,૦૦૦ રૂપિયા) છે. જો તે એક મહિના માટે છે તો કિંમત ૧૬,૦૦૦-૨૪,૦૦૦ ભારતીય રૂપિયા સુધી હોઈ શકે છે.

ભારે ગર્લફ્રેન્‍ડ-બોયફ્રેન્‍ડનો ટ્રેન્‍ડ હવે ચીન અને જાપાનમાં એકદમ સામાન્‍ય બની ગયો છે અને ઘણા લોકો માટે તે પૈસા કમાવવાનો નવો રસ્‍તો બની ગયો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્‍ટ અનુસાર, મોટાભાગના લોકો જે વ્‍હાઇટ કોલર વર્કર છે તેમની પાસે ફુલ-ટાઇમ જોબ છે, પરંતુ તેમના ફ્રી ટાઇમમાં તેઓ ઁગર્લફ્રેન્‍ડ-બોયફ્રેન્‍ડ ફોર હાયરઁ બનીને સારી એવી કમાણી કરી રહ્‍યા છે.

નિષ્‍ણાતો માને છે કે પરંપરાગત સંબંધો અને લગ્નના બંધનથી અલગ વિચારસરણીને કારણે ગર્લફ્રેન્‍ડ અને બોયફ્રેન્‍ડને ભાડે લેવાનું ચલણ વધી રહ્‍યું છે. જ્‍યાં પહેલા લોકો સંબંધોને કાયમી અને ભાવનાત્‍મક મામલા તરીકે જોતા હતા, હવે તેઓ તેને આર્થિક અને સામાજિક જરૂરિયાત તરીકે જોવા લાગ્‍યા છે. લાંબા ગાળાના સંબંધો માટે પ્રતિબદ્ધ થવાને બદલે, લોકો અસ્‍થાયી અને અનુકૂળ સંબંધો તરફ આગળ વધી રહ્‍યા છે, જ્‍યાં અપેક્ષાઓ ઓછી હોય છે અને કૌટુંબિક અથવા સામાજિક દબાણને પહોંચી વળાય છે.

આ પરિવર્તન પાછળનું એક કારણ એ છે કે લોકો હવે લગ્ન અને લાંબા સંબંધો માટે એટલા પ્રતિબદ્ધ નથી રહ્‍યા. તેઓ અસ્‍થાયી ભાગીદારીનો વધુ સ્‍વીકાર કરી રહ્‍યા છે, જે ભાવનાત્‍મક જોડાણને બદલે સામાજિકતા અથવા ઇવેન્‍ટ્‍સમાં સાથે રહેવા પર ભાર મૂકે છે.

(3:36 PM IST)