તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Wednesday, 4th December 2024
રૂપાણીએ એવું તે શું કહયું કે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હાસ્યનું મોજું ફરી વળ્યું !

મુંબઇ, તા.૪: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાના ૧૨ દિવસ પછી મુખ્યમંત્રીને લઈને સસ્પેંસ ખતમ થઈ ગયું છે અને મુંબઈમાં આયોજિત બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં દેવેનેદ્ર ફડણવીસના નામ પર મોહર લગાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પાંચ ડિસેમ્બરે સાંજે ૫ વાગે દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદની શપથ લેશે. મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને ચંદ્રકાત પાટિલ અને સુધીર મુનગંટીવારનો પ્રસ્તાવ રાખ્યો, જ્યારે પંકજા મુંડે એ તેમના નામને મંજૂરી આપી હતી. તે દરમિયાન એક મોકો એવો આવ્યો, જ્યા બેઠકમાં હાજર તમામ લોકો જોરજોરથી હસવા લાગ્યા હતા.
ધારાસભ્ય દળની બેઠક માટે બીજેપીના કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને કેન્દ્રિય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે આ બેઠકમાં હાજર હતા. તે દરમિયાન વિજય રૂપાણીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સંબોધિત કરતા અનુરોધ કર્યો હતો કે તે મુખ્યમંત્રી પદ માટે પોત પોતાના પસંદગીના નામનો પ્રસ્તાવ રાખો. તે દરમિયાન તેમણે એવું પણ કહયું કે તેના માટે પોતાનું નામ લેવાનું નથી. આટલું કહીને તે હસી પડયા અને પછી બેઠકમાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગ્યા હતા.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
