<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રજા પર કાશ્‍મીરના ત્રાસમાં રજા પર ઘરે આવેલા સૈનિક પર આતંકીઓનો ગોળીબાર

જમ્‍મુ, તા. પ :  જમ્‍મુ, તા. પ : કાશ્‍મીરના અવંતીપોરામાં રજા પર ગયેલા સૈનિક પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ ફરી એકવાર ઘાટીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે કાશ્‍મીરના ત્રાલમાં રજા પર ગયેલા એક જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તે ગંભીર રીતે ઘાયલ છે.

આ હુમલો કાશ્‍મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્‍તારમાં કરવામાં આવ્‍યો હતો. એક ટોચના પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર આતંકવાદીઓએ સેનાના જવાન પર ગોળીબાર કર્યો જે રજા પર પોતાના ઘરે આવ્‍યો હતો. તેને પગમાં ગોળી વાગી હતી. હાલ તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.ત્રાલમાં આતંકવાદીઓએ જે સૈનિકને ગોળી મારી હતી તેની ઓળખ સોફીગુંડના રહેવાસી ડેલહેલર મુશ્‍તાક તરીકે થઈ છે. તે ટેરિટરી આર્મીમાં પોસ્‍ટેડ છે. હાલ તેઓ રજા પર ઘરે આવ્‍યા છે. ફાયરિંગ બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્‍તારને કોર્ડન કરી લીધો છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ અને નજીકના લોકોની પૂછપરછના આધારે આતંકીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું છે.(૯.ર૩)

 

(3:44 PM IST)