<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

૮ માં પગાર પંચને લઈને કર્મચારી રાષ્ટ્રવ્યાપી આંદોલનના મૂડમાં

મહાસંઘે આંદોલનની રણનીતિ બનાવવા માટે ૨૮-૨૯ ડિસેમ્બરના રોજ કાનપુરમાં રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક બોલાવી

નવીદિલ્હી: કેન્દ્ર સરકારના ૮માં પગાર પંચની રચનાનો ઇન્કાર કરવાથી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓમાં આક્રોશ છે. અખિલ ભારતીય રાજ્ય સરકારી કર્મચારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષ લાંબાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને દુભાગ્યપૂર્ણ જણાવતા રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. તેઓએ જણાવ્યું, મહાસંઘે આંદોલનની રણનીતિ બનાવવા માટે ૨૮-૨૯ ડિસેમ્બરના રોજ કાનપુરમાં રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક આયોજિત કરવામાં આવી છે. કર્મચારી એટલા માટે અત્યંત નાખુશ છે કે, તા.૩ ડિસેમ્બરે સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો કે, શું કેન્દ્ર સરકાર કર્મચારીઓને માટે ૮ માં પગાર પંચની રચના કરવા જઈ રહ્યું છે.? તેના જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબ આપ્યો હતો કે, કેન્દ્ર સરકાર પાસે ૮ માં પગાર પંચની રચના કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. જોકે ૮ માં પગાર પંચની ભલામણોને જાન્યુઆરી-૨૦૨૪ થી લાગુ કરવાની હતી

(11:37 PM IST)