News of Friday, 6th December 2024
પંજો લડાવવા જતાં યુવાનનો હાથ જ તૂટી ગયો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં હસવામાંથી ખસવું

મુરાદાબાદ, તા.૬: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં હસવામાંથી ખસવું થઈ ગયું હતું. અહીં યુવાનો ઘણી વાર તાકાતનું પ્રદર્શન કરવા માટે પંજો લડાવવાની સ્પર્ધા રાખતા હોય છે. મિયાં કૉલોનીમાં પણ આવી જ સ્પર્ધા રાખવામાં આવી હતી. એમાં કાસિમ નામના યુવાને ૧૦ હજાર રૂપિયામાં પંજો લડાવવાની શરત મારી હતી. મુકાબલો જામ્યો અને કાસિમ જીતવા માટે જોર કરતો હતો ત્યાં જ તેનો હાથ તૂટી ગયો. હોબાળો થઈ ગયો અને કોઈ કાર્યવાહી ન કરવાની ૬૦ હજાર રૂપિયામાં સમજૂતી સધાઈ ગઈ. હવે કાસિમે એ રૂપિયાથી જ તૂટેલા હાથની સારવાર શરૂ કરાવી છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
