<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા તમિલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-૨૦૨૪”નું આયોજન : ફિશરીઝ મીટમાં ગુજરાત તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા; ગુજરાતે માત્સોધ્યોગ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે માહિતી આપી:ગુજરાતમાં ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડ અંતર્ગત નવા ૪ ફિશિંગ હાર્બરનું નિર્માણ થશે: ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ જેટ્ટીનું થશે નિર્માણ: બોટ રજીસ્ટ્રેશન માટે રીયલ ક્રાફ્ટ બોટ સર્વે, ડીઝલ સબસીડી અને ઓનલાઈન ટોકન સીસ્ટમના ઉપયોગથી માછીમારોને યોજનાઓનો લાભ ઝડપી મળતો થયો11:06 PM IST

ઉત્તર ગુજરાત ઉપર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ: અત્યારે ગુજરાતમાં અને બે દિવસ પછી સૌરાષ્ટ્રમાં ભારે અને સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી : આજે ઉતર ગુજરાત પર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રફ પણ છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપકપણે (૭૫ ટકાથી વધુ વિસ્તારોમાં) વરસાદની ચેતવણી મૌસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. તા.૨૫ જૂલાઈ સુધી ગુજરાતમાં સામાન્યથી અધિક વરસાદનું પૂર્વાનુમાન છે અને આગામી છ દિવસ સુધી દેશભરમાં અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. 9:41 AM IST

શહીદ અંશુમાનસિંહને અપાયેલ કિર્તીચક્ર લઈ પત્‍નિ માવતરે ચાલી ગઈ : શહીદના માતા-પિતાનો દર્દભર્યો પોકાર સીયાચીનમાં સાથીદારોને બચાવવા માટેના પ્રયાસમાં શહીદ થયેલા કેપ્‍ટન અંશુમાનસિંહના પરીવારને તેમના અદમ્‍ય સાહસ અને બહાદુરી માટે ૫ જુલાઈ ૨૦૨૪ના રોજ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્‍તે કિર્તી ચક્ર એનાયત કરવામાં આવેલ પરંતુ હવે અંશુમનસિંહના માતા-પિતાનું દર્દ સામે આવ્‍યુ છે. તેમણે કહ્યુ છે કે શહીદ અંશુમાનસિંહની પત્‍નિ સ્‍મૃતિ પોતાના પતિનો ફોટો આલ્‍બમ, કપડા, અન્‍ય યાદગીરીઓ સાથે મોદી સરકાર દ્વારા આપવામાં આવેલ કીર્તી ચક્ર લઈને પોતાના ઘરે ગુરૂદાસપુર ચાલી ગયેલ છે. તેણે પોતાનું એડ્રેસ પણ બદલી નાખ્‍યુ છે.9:15 AM IST