News of Friday, 6th December 2024
૮મું પાસ બન્યા ડોકટર : ૭૦,૦૦૦માં ડિગ્રી : બોગસ સર્ટિફીકેટની ‘ફેકટરી'નો પર્દાફાશ
સુરતમાં ૨૨ વર્ષથી ચાલતા સૌથી મોટા ગોરખધંધાનો પર્દાફાશ : બોગસ તબીબો તૈયાર કરતું ‘કારખાનું' પોલીસે પકડી પાડયું : ૧૫૦૦ થી વધુ બોગસ ડીગ્રી અપાઇ ચુકી છેઃ ૧૦ ‘ડોકટર' સહિત ૧૩ની ધરપકડ : નકલી પ્રમાણપત્રો, એલોપેથિક અને હોમિયોપેથ દવા, ઇન્જેકશન - સિરપ જપ્ત કર્યા

સુરત, તા.૬: સુરતમાં એક ગેંગનો પર્દાફાશ થયો છે. તેની પાસેથી લગભગ ૧,૨૦૦ નકલી ડિગ્રીઓનો ડેટાબેઝ મળી આવ્યો છે. ગેંગના સભ્યોએ આઠમું ધોરણ પાસ કરનારાઓને મેડિકલ ડિગ્રી પણ આપી હતી. તેના બદલામાં તે દરેક વ્યક્તિ પાસેથી ૭૦ હજાર રૂપિયા લેતો હતો. ગુજરાત પોલીસે આ ટોળકી પાસેથી ડિગ્રી ખરીદનારા ૧૪ નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી ડો.રમેશ ગુજરાતીની પણ ધરપકડ કરી છે. આરોપીઓ ‘બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન ગુજરાત' અથવા BEHM દ્વારા જારી કરાયેલી ડિગ્રીઓ આપતા હતા. પોલીસને તેમની પાસેથી સેંકડો અરજીઓ, પ્રમાણપત્રો અને ટિકિટ મળી છે.
સુરતઃ ઘણા લોકો કહે છે કે કલયુગમાં કંઈ પણ થઈ શકે છે. પરંતુ આજકાલ જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે તેના પરથી કહી શકાય કે આ ‘ઠગ યુગ' છે. દેશમાં, છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા માટે ઘણી રીતો ઘડી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગુજરાતના સુરતથી સામે આવ્યો છે. સુરત પોલીસે ગુરુવારે એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં નકલી મેડિકલ ડિગ્રી વેચવામાં આવતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં કુલ ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માસ્ટરમાઇન્ડ અને નકલી પ્રમાણપત્રોના આધારે ‘ડોક્ટર' તરીકે કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આ નકલી ડોક્ટરોએ કથિત રીતે ૬૦,૦૦૦ થી ૮૦,૦૦૦ રૂપિયા આપીને ડિગ્રી લેટર ખરીદ્યા હતા. તેમણે જણાવ્યું કે મોટાભાગના આરોપીઓ ૧૨માની બોર્ડની પરીક્ષા ઘણી મુશ્કેલીથી પાસ કરવામાં સફળ રહયા હતા.
આ કેસના મુખ્ય સૂત્રધારની ઓળખ સુરતના રહેવાસી રસેશ ગુજરાતી તરીકે થઈ છે, જે સહઆરોપી બી.કે. રાવતની મદદથી નકલી ડિગ્રી આપતો હતો. એવું બહાર આવ્યું છે કે તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોને આવી ૧,૫૦૦ થી વધુ નકલી ડિગ્રીઓ જારી કરી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં દરોડા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાંથી ક્લિનિક ચલાવતા અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સ (BEMS) પ્રમાણપત્રની નકલી ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા હતા, જે ગુજરાતી છે અને બીજા આરોપીની ઓળખ અમદાવાદના રહેવાસી બીકે રાવત તરીકે થઈ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓ કોઈપણ જાણકારી કે તાલીમ વિના એલોપેથિક દવાઓ આપતા હતા. રાજ્યભરમાં આવા સેંકડો નકલી ડોકટરો ક્લિનીક ચલાવી રહ્યા હોવાની આશંકા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી ડોકટરોના ક્લિનિકમાં કામ કરતા લોકોની ઓળખ કરતી હતી અને તેમને પોતાનું ક્લિનિક ખોલવા માટે પ્રમાણપત્રો ઓફર કરતી હતી. ૬૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધીના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં રસ ધરાવનાર વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેણે અઢી વર્ષ સુધી તાલીમ લેવી પડશે, પરંતુ આ માત્ર દેખાડો કરવા માટે હતું, કારણ કે કોઈએ તે તાલીમ લીધી ન હતી.
સુરત પાંડેસરા પોલીસે થોડા સમય પહેલા જ ત્રણ જેટલા તબીબો ને ત્યાં દરોડા પાડયા હતા. જ્યાં તેમની ડિગ્રી ચેક કરતા તે બોગસ હોવાનું સામે આવ્યું હતું આ ડિગ્રી તેઓ કયાંથી લાવ્યા તે અંગે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે આ બોગસ ડિગ્રી સુરતમાં રહેતા રસેસ ગુજરાતી અને બી.કે રાવત પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી જે રીતે આ ત્રણે બોગસ તબીબો દ્વારા કબુલાત કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક ટીમને અમદાવાદ ખાતે રહેતા બીકે રાવતને ત્યાં પણ મોકલી આપવામાં આવી હતી. જ્યાંથી પોલીસને કોરા બોગસ સર્ટી ૩૦, અન્ય બોગસ સર્ટિ ૧૦૦ તેમજ ૧૨૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયેલા તબીબો ની યાદી મળી આવી હતી.
દરેક તબીબોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું !
પોલીસ તપાસ દરમિયાન બહાર આવી હતી કે આ બોગસ સ્કેમ ચલાવનાર મુખ્ય આરોપીઓ દ્વારા બી.ઇ.એચ.એમ.ગુજરાત ..કોમ નામની વેબસાઈટ ચલાવવામાં આવી હતી જેમાં દરેક તબીબો નું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું પરંતુ રજીસ્ટ્રેશન પહેલા તેમની પાસેથી ?૭૦,૦૦૦ થી લઈ ૮૦,૦૦૦ સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. આ ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલા દરેક બોગસ તબીબોનો રીન્યુઅલ સર્ટી માટે ૫,૦૦૦ થી લઈ ૧૦,૦૦૦ વસૂલવામાં આવતા હતા. આ ગેગ દ્વારા ઈરફાન અને સોબીત નામના બંને આરોપીઓને રાખવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ દ્વારા રજીસ્ટ્રેશન ફી તેમજ રીન્યુઅલ ફી ઉઘરાવવામાં આવતી હતી જો કોઈ રિન્યુઅલ ફીઅથવા તો રજીસ્ટ્રેશન ફી આપવાની ના પાડે તો તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી.
બોગસ તબીબ સહિત ૧૩ આરોપીઓની ધરપકડ
પોલીસે આ સમગ્ર બનાવવામાં આચાર્ય આરોપીઓ વિરુદ્ધ ખંડણી અને ધાકધમકીનો પણ ગુનો નોંધ્યો છે. પકડાયેલ આરોપી પૈકી સમીમ અન્સારી પણ આરોપી રસેશ ગુજરાતી પાસે આ બોગસ ડિગ્રી લીધી હતી અને ભેસ્તાન વિસ્તારમાં ક્લિનિક શરૂ કરી દીધું હતું જો કે સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવને લઈને ભેસ્તાન પોલીસે બોગસ આરોપી એવા સમિમ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી સમીમ લાજપોર જેલમાં ૧૦૮ દિવસ રહીને બહાર આવ્યો હતો. પાંડેસરા પોલીસે આ સમગ્ર બનાવવામાં બોગસ તબીબ સહિત ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે. ટીમ દ્વારા જ્યારે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓની પાસેની જે ડિગ્રી છે તે ધોરણ ૧૦,૧૨ અને કોલેજ સુધીની જ છે.
આ સ્કેમ વર્ષ ૨૦૦૨થી ચાલતું!
વધુમાં આરોપી રસસે જણાવ્યું હતું કે તેઓ તો રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ એલોપેથીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. આ સ્કેમ વર્ષ ૨૦૦૨ થી તેઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. જેથી પોલીસ દ્વારા મુખ્ય આરોપી રસેસ અને બીકે રાવત ના બેક્ર એકાઉન્ટની પણ તપાસ હાથ ધરશે કારણ કે અત્યાર સુધી આ બંને આરોપીઓ દ્વારા ૧૨૦૦ થી વધુ લોકો પાસેથી ૭૦ હજારથી વધુની રકમ એટલે કે કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે જો જરૂર જણાવશે તો આ સમગ્ર બનાવવામાં ઇક્રમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે.
પકડાયેલ આરોપી ડોક્ટર
૧.ડો.રસેસ ગુજરાતી
૨.ભુપેન્દ્ર રાવત
૩.ઈરફાન સૈયદ
૪.રાકેશ પટેલ
૫.આમીન ખાન
૬.સમીમ અસારી
૭.સૈયદ બસલ
૮.મો.ઇસ્માઇલ શેખ
૯.તબરીશ સૈયદ
૧૦.રાહુલ રાઉત
૧૧.શશીકાંત મહતોઉ
૧૨.સિદ્ધાર્થ દેવનાથ
૧૩.પાર્થ કલીપદ
આશરે એક હજારથી વધારે લોકોને ગ્ચ્પ્લ્ની બોગસ ડિગ્રી મળી
સને-૨૦૦૨ માં ગોપીપુરા કાજીના મેદાન, રત્ન સાગર સ્કુલની સામે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટ ની સ્થાપના થયેલ હતી. આ ટ્રસ્ટના અંડરમાં ‘‘ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ' ની પણ સ્થાપના કરેલ. ત્યારબાદ તેને અનુભવ થયેલ કે, લોકો ઇલેક્ટ્રો હોમીયોપેથીનો પ્રોપર ત્રણ વર્ષ અભ્યાસ કરવામાં રસ ધરાવતા નથી અને ઇલેક્ટ્રો હોમીયોપેથીનો અભ્યાસ અને સારવાર બહુમત મહેનતનું કામ છે અને લોકોમાં પણ ઇલેક્ટ્રો હોમીયોપેથી માટે જાગળતતા નથી. જેથી લોકો પણ ઇલેક્ટ્રો હોમીયોપેથી પાસે સારવાર કરાવતા નથી અને જેથી તેઓ સતત નુકશાનીમાં ચાલતા હતા. જેથી તેણે તથા ડૉ.બી.કે.રાવતનાઓએ પૈસા કમાવવા સારૂ BEMS ના અભ્યાસ માટે કોઇપણ માણસને કોઇપણ અભ્યાસ વગર એડમીશન આપી તેઓની પાસેથી રૂ.૭૫,૦૦૦/ ફ્રી લઇ એક અઠવાડીયા પછી BEMS ડિગ્રી, માર્કશીટ, રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અને આઇકાર્ડ આપી તેઓ ડિગ્રી ધારકને બાહેદરી આપતા કે, તમે કલિનીક/ દવાખાનું ચલાવવામાં કોઇ મુશ્કેલી પડે તો અમે તમને મદદ કરશું તેમજ ઇમરજન્સી હોય તો તમે મને કે અમારી સંસ્થાને મોબાઇલ ફોન પર સંપર્ક કરી શકશો અને તમે એલોપેથીક, આયુર્વેદીક, હોમીયોપેથીકની દવા પણ આપી શકશો તેવી બાહેદરી આપી તેઓને વિશ્વાસ અને ભરોસો આપતા હતાં. અમારી પાસેથી BEMS ડિગ્રી મેળવેલ ડૉક્ટરના રેફરન્સથી તેઓ બીજા લોકોને મોકલતા હતી તે ડૉકટરને પાંચ હજાર રૂપીયા કમિશન આપતા હતાં. રસેષ વિઠલદાસ ગુજરાથી અને ડૉ.બી.કે.રાવત નાઓએ મળીને બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમીયોપેથીક મેડીસીનના નામે આશરે એક હજારથી વધારે લોકોને BEMS ની બોગસ ડિગ્રી આપેલ છે અને તેઓએ અમારી સ્કુલમાંથી કોઇપણ પ્રકારનો અભ્યાસ કે ટ્રેનીંગ લીધેલ નથી.
બોગસ તબીબોએ એક વેબસાઈટ પણ બનાવી હતી
ડૉ.બી.કે.રાવતનાઓ BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટને સાચા જેવું લાગે તે માટે તેની ડિઝાઇન સારી કરી તેના પર ડૉ.બી.કે.રાવત અને બોર્ડનું સ્ટીકર લગાડતા હતાં. ડો. બી.કે.રાવતનાઓએ behmgujarat.com નામની વેબસાઇટ તૈયાર કરેલ અને તેમાં BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટ લઇ જનાર વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરતા હતાં. જેથી BEMS ની ડિગ્રી બોગસ છે તેની કોઇ જાણકારી થતી ન હતી.આ રસેષ ગુજરાથી અને બી.કે.રાવતનાઓએ બે પ્રકારના મોડલ તૈયાર કરેલ જેમાં પહેલા મોડલમાં તેઓ ડૉકટરને BEMS ની ડિગ્રી રૂ.૭૦,૦૦૦/- માં આપતા હતાં તેઓની કલિનીક ચલાવવાની, દવા લેવા અને પ્રેક્ટીશ કરવાની જવાબદારી ડૉકટર પર રહેતી હતી. આ ડૉકટરે પાસે તેઓ રજીસ્ટ્રેશન માટે દર વર્ષે રૂ.૧,૫૦૦/- અને એઓશીયેશન ફી ના રૂ.૧,૫૦૦/- મળી કુલ્લે રૂ.૩,૦૦૦/- ની ઉઘરાણી કરતા હતાં.
BEMSની ડિગ્રી રૂ.૭૦,૦૦૦માં આપતા
બીજા પ્રકારના મોડલમાં તેઓ ડૉકટરને BEMS ની ડિગ્રી રૂ.૭૦,૦૦૦/ માં આપતા હતાં અને દર માસે તેઓની પાસેથી રૂ.૫,૦૦૦/ પ્રોટેકશન અને માર્ગદર્શન માટે લેતા હતાં. તેમજ આ બંને પ્રકારના મોડલમાં કોઇ ડૉકટર પૈસા આપવાની ના પાડે તેઓની પાસે ઇરફાન ઇસ્માલ સૈયદ અને શોભીતસિંગ મહિપાલસિંહનાઓ જઈ તેઓને પોલીસ કે આરોગ્યના નામે ડરાવી ધમકાવીને પૈસાની માંગણી કરતાં હતાં. તેમ છતાં કોઇ પૈસા આપવાની ના પાડે તો ડૉ.બી.કે.રાવતનાઓ એક નોટીસ જે તે ડોકટરને આપતા જેથી રસેષનાઓ જેતે કલિનીક પર જઇ તેના ડૉકટરને પોલીસ કે આરોગ્યના નામે ડરાવી ધમકાવી તેઓની ડિગ્રી રદ્દ કરવાની ધમકી આપી તેઓની પાસેથી પૈસા ઉધરાણી કરતો હતો.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
