<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

1984 શીખ વિરોધી રમખાણો કેસ: આરોપી સજ્જન કુમાર અને બળવંત ખોખરની જામીન અરજી પર સુનાવણી મોકૂફ

સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાનો સમય આપ્યો:સજ્જન કુમાર અને અન્ય આરોપીઓની વર્તણૂકની તપાસ કરીને રિપોર્ટ સોંપવાની સૂચના:સજ્જન કુમારે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન માટે અરજી કરી છે.

નવી દિલ્હી : 1984 શીખ વિરોધી રમખાણો કેસમાં આરોપી સજ્જન કુમાર અને બળવંત ખોખરની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રહી છે,  1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં આરોપી સજ્જન કુમાર અને બળવંત ખોખરની જામીન અરજી પર સુનાવણી બે અઠવાડિયા માટે ટાળી દેવામાં આવી છે.

 આજે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સજ્જન કુમાર અને અન્ય આરોપીઓની વર્તણૂકની તપાસ કરીને રિપોર્ટ સોંપવાની સૂચના આપવામાં આવી છે. સજ્જન કુમારે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન માટે અરજી કરી છે. હાલમાં સજ્જન કુમાર આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.


 

(1:18 PM IST)