<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા

મૃતક ગુર્સિસસિંઘ અને 36 વર્ષીય આરોપી ક્રોસલી હન્ટર એક રૂમમાં રહેતા હતા: પોલીસે સિંઘનો મૃતદેહ મેળવ્યો અને હન્ટરને કસ્ટડીમાં લીધો.

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં લડાઈ દરમિયાન 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે આ કેસમાં પીડિતા સાથે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.

  પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લેમ્બટન કોલેજમાં પ્રથમ વર્ષના બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી ગુર્સિસ સિંઘની રવિવારે સારનિયામાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને 194 ક્વીન સ્ટ્રીટ ખાતે છરી વડે હુમલાની માહિતી મળી હતી, જ્યાં સિંઘ અને 36 વર્ષીય આરોપી ક્રોસલી હન્ટર એક રૂમ શેર કરે છે. તેઓએ સિંઘનો મૃતદેહ મેળવ્યો અને હન્ટરને કસ્ટડીમાં લીધો છે .

(12:01 PM IST)