News of Saturday, 7th December 2024
NIAના મિઝોરમમાં છ સ્થળોએ દરોડા :હથિયારોની દાણચોરીના કેસમાં 3 આરોપીઓ ઝડપાયા
આરોપીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ દાણચોરીના નેટવર્કનો ભાગ હોવાનો આરોપ

નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમમાં ટ્રાન્સ બોર્ડર પર હથિયાર અને દારૂગોળાની દાણચોરીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મામિત, સેરછિપ અને આઈઝોલ જિલ્લામાં છ સ્થળોએ દરોડા પાડીને લાલરિંચુંગા, વનલાલદાઈલોવા અને લાલમુઆનપુઈયાની ધરપકડ કરવામાં આવી હતી.
દરોડામાં હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો, ડિજિટલ ઉપકરણો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ કેસ ડિસેમ્બર 2023માં નોંધાયો હતો. આરોપીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ દાણચોરીના નેટવર્કનો ભાગ હોવાનો આરોપ છે. હાલમાં NIA આ કેસમાં તપાસ ચાલુ રાખી રહી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
