News of Sunday, 8th December 2024
સુખબીર બાદલ પર હુમલો કરનાર નારાયણ સિંહ ચૌધરીના વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર
પંજાબ પોલીસે 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, : કોર્ટે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા

નવી દિલ્હી : પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલ પર હુમલો કરનાર નારાયણ સિંહ ચૌધરીને પોલીસે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થતાં અમૃતસર કોર્ટમાં રજૂ કર્યો હતો. અમૃતસર કોર્ટે વધુ 3 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે.
પોલીસે કોર્ટને માહિતી આપી હતી કે નારાયણ સિંહ ચૌડાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં કેટલાક હથિયારો છુપાવ્યા છે, જે પરત મેળવવાના છે. જો કે, પંજાબ પોલીસે 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે માત્ર ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
