News of Sunday, 8th December 2024
આસામમાં બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો :સરહદ પાર કરાવી પરત મોકલાયોઃ હિમંતા બિસ્વા સરમા
અલી બહાર નામનો બાંગ્લાદેશી નાગરિક શ્રીભૂમિ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી પકડાયો

આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે અલી બહાર નામનો બાંગ્લાદેશી નાગરિક શ્રીભૂમિ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી પકડાયો હતો. જોકે મુખ્યમંત્રીએ આ બાબતમાં સાવધાની દાખવતા વિદેશી નાગરિકે ભારતમાં કયા સ્થળે કે વિસ્તારમાંથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો તે જણાવ્યું ન હતું, પરંતુ તેને તરત જ સરહદ પાર કરીને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સાથે આસામની સરહદ 267.5 કિલોમીટર સુધી વિસ્તરેલી છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
