<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને મહાકુંભનું આમંત્રણ આપ્યું

તેમણે કહ્યું કે સ્થળનો વિસ્તાર વધારાયો,ટેન્ટ સિટી બનાવાયા, ,ગંગા કિનારાને પ્લાસ્ટિક મુક્ત બનાવાયા :સ્વચ્છતા અને પીવાના પાણીની સારી વ્યવસ્થા

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે મહાકુંભ 2025નું મોટા પાયે આયોજન કરવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સ્થળનો વિસ્તાર વધારવામાં આવ્યો છે, ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, ગંગા કિનારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યા છે અને સ્વચ્છતા અને પીવાના પાણીની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. મરીન ડ્રાઈવની તર્જ પર ગંગાના કિનારે 15.5 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવ્યો છે. તેમના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન, તેમણે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને મહાકુંભમાં ભાગ લેવા વિનંતી કરી અને મહારાષ્ટ્રના લોકોને પણ મહાકુંભમાં આવવા આમંત્રણ આપ્યું. હતું

 

(8:00 PM IST)