<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ઈસરો અંતરિક્ષ “ડોકિંગ મિશન” ને માટે તૈયાર

આ ટેકનિક ભારતને પોતાના અંતે સ્ટેશન બનાવવામાં અને ચંદ્રયાન -૪ ફરી યોજનામાં મદદ કરશે

શ્રીહરિકોટા: ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે  આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં જણાવ્યું કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન પોતાના વિશ્વસનીય ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પર “સ્પૈડેક્સ” નામના “સ્પેસ ડૉકીંગ” પ્રયોગના પ્રદર્શનને માટે એક મિશન ની તૈયારી કરી રહ્યું છે. રૉકેટ તૈયાર થઈ રહ્યું છે અને બેંગ્લોર ખાતે અંતરિક્ષ એજન્સીના વૈજ્ઞાનિક આ મહિનાના અંત સુધીમાં તેના પ્રક્ષેપણની આશા રાખી રહ્યું છે. આ (પીએસએલવી-સી-૬૦ મિશન) “સ્પેસ ડૉકિગ” પ્રયોગનું પ્રદર્શન કરશે. જેને “સ્પૈડેક્સ” નામ આપવામાં આવ્યું છે. જો બધુ ઠીક ઠાક યોજનાબધ્ધ કાર્ય થતું રહ્યું તો ડિસેમ્બરના અંત સુધીમાં તેને પૂરું કરી લેવાશે. 

“સ્પેસ ડૉકિગ”  ટેકનીકનું તાત્પર્ય અંતરિક્ષમાં બે અંતરિક્ષ યાનોને જોડવાની ટેક્નિક સાથે છે. આ એક એવી ટેકનીક છે, જેની સહાયતાથી માનવને એક અંતરેક્ષ યાનથી બીજા અંતરીક્ષ યાનમાં મોકલી શકવાનું શક્ય બનશે. અંત: સ્પેસ ડૉકિંગ અંતરીક્ષ સ્ટેશનના સંચાલનને માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ટેકનીક જ ભારતને પોતાના અંતરિક્ષ સ્ટેશન બનાવવામાં અને ચંદ્રયાન-૪ પરિયોજનામાં મદદ કરશે.

(8:20 PM IST)