News of Sunday, 8th December 2024
ત્રીજા વિશ્વયુદ્ધ પછી માણસ બુલેટપ્રૂફ બની જશે, પાંખો નીકળી આવશે
વૈશ્વિક પરમાણુ સંઘર્ષ પછી મનુષ્યમાં આનુવંશિક બદલાવો થઈ શકે છે

લંડન: બીજા વિશ્વ યુદ્ધથી મચેલી તબાહીમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કારણે જ ત્રીજા વિશ્વ યુદ્ધની વાત થતાં ની સાથે જ લોકો ડરી જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો એ દાવો કર્યો છે કે, જો ત્રીજું વિશ્વ યુદ્ધ થયું, તો, ત્યાર પછીનો માણસ કોઈ હોલીવુડ ફિલ્મના સુપર હીરો જેવો બની શકે છે. એટલે કે તેની ત્વચા બુલેટપ્રુફ અને જન્મજાત નિંજા કૌશલ થઈ શકે છે. ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ટિમ કૉલ્સન જો રૉયલ સોસાયટી થી સમ્માનિત એક પ્રતિષ્ઠિત પ્રાણીવિજ્ઞાની અને જીવવિજ્ઞાની છે, તેમનું માનવું છે કે, પરમાણુ યુદ્ધ આવા વિકાસવાદી પરિવર્તનને પેદા કરી શકે છે, ત્યાર પછી મનુષ્યને ઓળખી પાડવો મુશ્કેલ બની જશે. તેમનો અભિપ્રાય છે કે વૈશ્વિક પરમાણુ સંઘર્ષ પછી મનુષ્યોમાં આનુવંશિક બદલાવ થઈ શકે છે. તે “સુપરહ્યૂમન” પેદા કરી શકે છે, જે આજની સરખામણીમાં મજબૂત, ફીટ અને લડવામાં સખત હશે.
એમનું માનવું છે કે આપણે ક્રૂર વાતાવરણને પહોંચીવળવા, આશ્રયોને તૈયાર કરવા, અને ગુમાવેલી ટેકનીક અને વિજ્ઞાનને એક સાથે જોડીને “હાઇપર ઇન્ટેલિજન્સ” હાસિલ કરી શકીશું. તેમનો દાવો છે કે મનુષ્ય સંકોચાઈ શકે છે, અને ચામાચીડિયાં ની જેમ ઉડવાને માટે તેમને પંખો પણ હોઈ શકે છે. તેઓએ કહયુ કે, માનવ સ્વરૂપમાં મોટો ફેરફાર થવામાં લાખો વર્ષ લાગશે, પરંતુ ત્રીજા વિશ્વ યુદ્ધ થી તેની શરૂઆત થઈ શકે છે. તેઓએ કહ્યું કે, ભવિષ્યમાં મનુષ્ય અત્યંત આધુનિક બુદ્ધિમાન બનવાને માટે વિકસિત થઈ શકે છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
