<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નવું સૂત્ર “અબ નહીં સહેંગે, બદલ કે રહેંગે“ સાથે મેદાનમાં

દિલ્હીના લોકોનો અભિપ્રાય જાણીને સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે ભાજપ કાર્યાલયથી રવાના કરાયેલ વાહનો અલગ અલગ ૧૪ જિલ્લાઓમાં જશે

નવીદિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા એ ભાજપાના સંકલ્પ પત્રને માટે લોકો પાસેથી અભિપ્રયો માગ્યા ત્યારે લોકોએ કહ્યું કે, તેઓ ભ્રષ્ટાચારી દિલ્હી સરકારને સત્તામાંથી હટાવવા ઈચ્છે છે. તેને ધ્યાને રાખીને દિલ્હીની જનતાના અવાજને અનુરૂપ ભારતીય જનતા પાર્ટીએ  “અબ નહીં સહેંગે, બદલકે રહેંગે” ના નવા સૂત્ર સાથે આમ આદમી પાર્ટી સામે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની પુરે પુરી તૈયારીઓ કરી લીધી છે. દિલ્હીના લોકોનો અભિપ્રાય જાણીને સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે ભાજપ કાર્યાલયથી રવાના કરવામાં આવેલ વાહનો અલગ અલગ ૧૪ જિલ્લાઓમાં જશે. જેમાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહેશે. દરેક વાહનમા જિલ્લાના લોકોનો અભિપ્રાય જાણવા માટે એક બોક્સ તૈયાર કરવામાં આવ્યુ છે, જેમા લોકોના પોતાના અભિપ્રાયો મુકશે. તેના આધાર પર ભાજપા આ વખતે વિધાનસભા ચૂંટણી-૨૦૨૫ નો સંકલ્પ પત્ર તૈયાર કરી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. 


 

(8:34 PM IST)