News of Sunday, 8th December 2024
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર સામે કોલકાતામાં વિરોધ પ્રદર્શન :કોંગ્રેસ નેતાએ પીએમને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી
દેખાવકારોએ ઢાકાઈ જમદાની સાડીઓને આગ લગાડી અને બાંગ્લાદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ કોલકાતામાં રવિવારે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન વિરોધીઓએ ઢાકાઈ જામદાની સાડીઓને આગ ચાંપી વિરોધ કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પાસે બાંગ્લાદેશની સ્થિતિને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે.
બાંગ્લાદેશમાં યુનુસ સરકાર આવ્યા બાદ હિંદુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત બની રહી છે. ઇસ્કોનના મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે અને મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં કોલકાતા સહિત દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રવિવારે બંગાળી હિંદુ સુરક્ષા સમિતિએ સોલ્ટ લેક ઈન્ટરનેશનલ બસ ટર્મિનસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમે બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવા અને ભારત વિરુદ્ધ નફરત ફેલાવતા નિવેદનોની નિંદા કરીએ છીએ. અમે ચૂપ રહીશું નહીં અને જમદાની સાડીઓ સળગાવવાની સાથે અમે લોકોને બાંગ્લાદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવા વિનંતી કરીએ છીએ.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
