<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

સંભલ હિંસા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ: જેલ હવાલે કરાયા

સીસીટીવી ફૂટેજના આધારે અનસ અને મોહમ્મદ સુફિયાન નામના લોકોની ધરપકડ

નવી દિલ્હી :ગયા મહિને સંભલ જિલ્લામાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાની ઘટનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. 

  સ્થાનિક પોલીસે રવિવારે અહીં જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 24 નવેમ્બરના રોજ નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના પક્કા બાગ હિન્દુ પુરા ખેડામાં હિંસક પથ્થરમારો થયો હતો. આ દરમિયાન પોલીસની મોટરસાઈકલ સળગાવી દેવામાં આવી હતી અને પોલીસ પિસ્તોલના મેગેઝીન અને કારતુસની પણ લૂંટ થઈ હતી. આ પછી નખાસા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. નિવેદન અનુસાર, આ મામલામાં સીસીટીવી ફૂટેજના આધારે અનસ અને મોહમ્મદ સુફિયાન નામના લોકોની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા

(11:45 PM IST)