<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

શિમલા અને સિરમૌર સહિત પર્વતોમાં ઘણી જગ્યાએ સિઝનની પ્રથમ હિમવર્ષા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે જેના કારણે ઉત્તર-પૂર્વ ભારતમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે.

નવી દિલ્હી : હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે 8 અને 9 ડિસેમ્બરે પહાડો પર હળવો હિમવર્ષા થઈ શકે છે. રવિવારે એટલે કે 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને સિરમૌર સહિત પર્વતોમાં ઘણી જગ્યાએ આ સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી રહી છે. 

હવામાન વિભાગને આશંકા છે કે 9 ડિસેમ્બર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે જેના કારણે ઉત્તર-પૂર્વ ભારતમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે.

હવામાન વિભાગે રવિવારે સાંજે એક આગાહી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 12 કલાકમાં દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે. રવિવારે દિલ્હીના હવામાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 23.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન સવારે 8 ડિગ્રી નોંધાયું હતું. જોકે સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.


 

(12:07 AM IST)