News of Tuesday, 10th December 2024
કર્ણાટકના પૂર્વ CM એસ.એમ. ક્રુષ્ણાનું નિધન
ઈન્દિરા ગાંધીથી લઈને મનમોહન સિંહ સરકારમાં રહયા મંત્રી

બેંગ્લોર, તા.૧૦: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસ.એમ. કળષ્ણાનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે સવારે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આજે મદ્દુર લઈ જવામાં આવશે. એસ.એમ. કળષ્ણાનો જન્મ ૧૯૩૨માં થયો હતો. તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલ્લૈયા કળષ્ણા છે.
એસ.એમ. કળષ્ણા ૧૯૯૯થી ૨૦૦૪ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને ૨૦૦૪ થી ૨૦૦૮ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂકયા હતા. ૨૨મી મે ૨૦૦૯ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે કળષ્ણાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા અને ૨૩મી મે ૨૦૦૯ના રોજ વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી. માર્ચ ૨૦૧૭માં એસએમ કળષ્ણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ૨૦૨૩માં સરકારે એસ.એમ. કળષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.
કર્ણાટકના માંડયાથી ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૮૩-૮૪ની વચ્ચે ઈન્દિરા ગાંધી અને ૧૯૮૪-૮૫ની વચ્ચે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ઉદ્યોગ અને નાણા રાજ્યમંત્રી બન્યા હતા.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
