<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

સાધ્‍વી બનવા જતી યુવતીને પાદરીએ બનાવી પ્રેગ્નન્‍ટ

હોસ્‍ટેલમાં શિક્ષણના નામે આચરવામાં આવતું ગંદુ કામ!

નવી દિલ્‍હી, તા.૧૧: આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લાના એલુરુમાં હોસ્‍ટેલમાં રહીને સાધ્‍વી બનવાની તાલીમ લઈ રહેલી કિશોરીએ માતા બન્‍યા બાદ તેના નવજાત બાળકને બારીમાંથી ફેંકી દીધું હતું. નવજાતનું મળત્‍યુ થયું હતું. પોલીસે તાલીમાર્થી પાદરીની અટકાયત કરી છે. તેના કથિત રીતે એક ટ્રેઇની નન સાથે સંબંધો હતા.

રિપોર્ટ અનુસાર ટ્રેનિંગ લઈ રહેલી યુવતી નંદ્યાલ જિલ્લાની રહેવાસી છે. તે ઈન્‍ટરમીડિયેટના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. તેણે રવિવારે હોસ્‍ટેલમાં બાળકને જન્‍મ આપ્‍યો અને તેને બારીમાંથી ફેંકી દીધો. કહેવાય છે કે  યુવતીની તબિયત બગડતાં તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનાથી સમગ્ર મામલો બહાર આવ્‍યો હતો. માહિતી મળતા જ પોલીસ અને મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. નવજાતનો મળતદેહ મળી આવ્‍યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં યુવતી અને તાલીમાર્થી પાદરી વચ્‍ચે સંબંધ હોવાનું બહાર આવ્‍યું છે. આ અંગે હોસ્‍ટેલની અન્‍ય વિદ્યાર્થીનીઓ અને વહીવટીતંત્રની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ રિપોર્ટ તૈયાર કરી રહયું છે.

હોસ્‍ટેલનું સંચાલન એલુરુના ડાયોસીસ દ્વારા કરવામાં આવે છે. આ ઘટનાએ ચર્ચ-સંચાલિત સંસ્‍થાઓની દેખરેખ અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વહીવટી બેદરકારી, મહિલા સુરક્ષા અને સંસ્‍થાકીય જવાબદારી પર ચર્ચા શરૂ થઈ છે. છોકરીની ગર્ભાવસ્‍થા હોવા છતાં, તેના સહાધ્‍યાયી અને હોસ્‍ટેલ પ્રશાસને ન તો તેના સ્‍વાસ્‍થ્‍યને ગંભીરતાથી લીધું કે ન તો અધિકારીઓને જાણ કરી.

(9:49 AM IST)