<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

આશ્રમમાં યુવતી પર દુષ્‍કર્મ બાદ હત્‍યા : ૧૨ વર્ષે બાબા સામે ફરિયાદ

રામ રહીમ જેવો વધુ એક કાંડ

પટિયાલા, તા.૧૧: પંજાબમાંથી ગુરમીત રામ રહીમ જેવો જ એક કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં એક યુવતી પર દુષ્‍કર્મ આચર્યા બાદ તેની હત્‍યા કરવામાં આવી હતી. આ ઘટનાના ૧૨ વર્ષ બાદ આરોપી બાબા રણજીત સિંહ સામે દુષ્‍કર્મ અને હત્‍યાનો કેસ નોંધાયો છે. બાબા રણજીત સિંહનો આશ્રમ પટિયાલામાં આવેલો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પટિયાલા આશ્રમમાં ૨૦૧૨માં દુષ્‍કર્મ બાદ એક યુવતીની હત્‍યા થઈ હતી. ન્‍યાયની રાહ જોઈ રહેલા મળતકના ભાઈને લાંબા સમય પછી પણ કોઈ આશાની કિરણ ન દેખાઈ, ત્‍યારે તેણે ન્‍યાય માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્‍યો, જ્‍યાં મંગળવારે આ કેસની સુનાવણી થઈ હતી.

સુનાવણી દરમિયાન પંજાબ DGPએ હાઈકોર્ટને જણાવ્‍યું કે બાબા રણજીત સિંહ વિરુદ્ધ કલમ ૩૦૨, ૩૭૬ અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. આ સાથે જ બે પોલીસ અધિકારીઓ અશોક કુમાર, જેઓ તે સમયે SHO હતા અને હવે પોલીસ અધિક્ષક (SP) છે અને નિવળત્ત SP સેવા સિંહને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે.

આ અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્‍યું હતું અને ચીફ જસ્‍ટિસે પંજાબના DGPને જ્‍ત્‍ય્‍ નોંધીને આગામી સુનાવણીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્‍યો હતો. હાઈકોર્ટે સુનાવણીમાં હાજર રહેલા DGPને કડક શબ્‍દોમાં પૂછયું હતું કે, તમે FIR નોંધ્‍યા વિના આ ૧૨ વર્ષ જૂના કેસમાં તપાસ કેવી રીતે પૂરી કરી?.

હાઈકોર્ટે DGPને એવું પણ પૂછયું હતું કે, આ કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે વિભાગે શું કાર્યવાહી કરી? ઘણા વર્ષો બાદ પણ ન્‍યાય ન મળતા મળતકના ભાઈ સાહિબ સિંહે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસની CBI અથવા કોઈ સિનિયર IPS અધિકારીની આગેવાનીમાં તપાસ કરાવવાની માંગ કરી છે.

અરજીમાં બાબા રણજીત સિંહ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવવામાં આવ્‍યા છે. સાહિબ સિંહના વકીલે પણ હાઈકોર્ટને જણાવ્‍યું કે બાબા રણજીત સિંહના સેવકોએ અરજદારને કેસ ન દાખલ કરાવવાની ધમકી આપી હતી.

(4:35 PM IST)