તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 11th December 2024
૧૦૦૦૦ રૂપિયા દર મહિને ૩૧ વર્ષ સુધી મ્યુ. ફંડમાં રોકયા અને બની ગયા ૧૩ કરોડ
SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કિમમાં લાંબા સમયગાળા માટે કરેલું રોકાણ તમને કરોડપતિ બનાવી શકે છે

નવી દિલ્હી, તા.૧૧: SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કિમમાં લાંબા સમયગાળા માટે કરેલું રોકાણ તમને કરોડપતિ બનાવી શકે છે. ફ્રેંકલિન ઇન્ડિયા બ્લૂચિપ ફંડ તેનું ઉદાહરણ છે. આ સ્કિમમાં દર મહીને ૧૦,૦૦૦ રૂપિયા ૩૧ વર્ષ સુધી રોકાણ કરવાથી ૧૩.૬૪ કરોડ રૂપિયા બની ગયા છે. જે વાર્ષિક ૧૮.૫ ટકા રીટર્ન દર્શાવે છે. આ દરમિયાન કુલ ૩૭.૨ લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ માહિતી વેલ્યૂ રીસર્ચના ડેટા પર આધારિત છે.
સૌથી જૂના લાર્જકેપ ઇક્વિટી ફંડમાંથી છે એક : Franklin India Bluechip Fund ઇન્ડિયાના સૌથી જૂના લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ પૈકી એક છે. આ સ્કિમ પોતાનું ૮૦ ટકા રોકાણ લાર્જકેપ સ્ટોક્સમાં કરે છે. ૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ આ ફંડની નેટ એસેટ વેલ્યૂ (NAV) ૧,૦૧૬.૫૮ રૂપિયા હતી. તેનું એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ૭૭૮૯ કરોડ રૂપિયા હતું. રિસ્કોમીટર પર આ ફંડ ‘વેરી હાઇ' રિસ્ક વાળી કેટેગરીમાં સામેલ છે. તેનો એક્સપેન્સ રેશિયો ૧.૮૪ ટકા છે.
આ બ્લૂચિપ કંપનીઓમાં છે વધારે ઇન્વેસ્ટમેન્ટ
આ ફંડે પોતાનું ૯૭ ટકા રોકાણ ઇક્વિટીમાં કર્યુ છે. કેશ અને કેશ ઇક્વિલેન્ટમાં ૨.૯૫ ટકા રોકાણ હતું. તેણે ICICI Bank, Axis Bank, HDFC Bank, Reliance Industries, M&M જેવી બ્લૂચિપ કંપનીઓના શેરમાં રોકાણ કર્યુ છે. આ તે વાતનો સંકેત છે કે આ ફંડનું ફોકસ લાર્જકેપ સ્ટોક્સ પર છે.
અલગ-અલગ ટાઇમફ્રેમમાં શાનદાર રીટર્ન : આ ફંડે અલગ અલગ ટાઇમફ્રેમમાં સારું રીટર્ન આપ્યું છે. ગત એક વર્ષમાં તેનું રીટર્ન ૨૫.૬૬ ટકા રહ્યું છે. ૩ વર્ષમાં તેનું વાર્ષિક રીટર્ન ૧૩.૦૭ અને પાંચ વર્ષમાં ૧૬.૪૫ ટકા રહ્યું છે. સાત વર્ષમાં ૧૨.૪૫ અને ૧૦ વર્ષમાં ૧૧.૩૫ ટકા રહ્યું છે. રોકાણકારો ફ્રેંકલિન ઇન્ડિયા બ્લૂચિપ ફંડમાં સીધા ફ્રેંકલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ દ્વારા રોકાણ કરી શકે છે.
છેલ્લા પર્ફોમન્સને જોઇને ન લેશો ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય : એક્સપર્ટ્સનું કહેવું છે કે, રોકાણકારોએ કોઇ ફંડના છેલ્લા પર્ફોમન્સને જોઇને તેમાં રોકાણ કરવાનો નિર્ણય ન લેવો જોઇએ. કોઇ ફંડનું છેલ્લું પર્ફોમન્સ તેના રીટર્નની ગેરન્ટી નથી આપતું. તેથી રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર્સની સલાહ લેવી જોઇએ. ઘણા એવા ઇક્વિટી ફંડ્સ છે, જેણે લાંબા સમય સુધી SIP દ્વારા રોકાણ કરીને ઇન્વેસ્ટર્સને કરોડપતિ બનાવી દીધા છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
