<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

નવા વર્ષથી દુર્ઘટનાઓમાં ઘાયલોને મફત ઈલાજની સુવિધા મળશે

આસામ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ અને પોંડીચેરીમાં યોજના ચાલુ : નવા વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ થઈ જશે.

નવીદિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં તાત્કાલિક સારવાર  પૂરી પાડવાને માટે પ્રયોગ રૂપે છ રાજ્યોમાં (આસામ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ અને પોંડીચેરી) ચલાવવામાં આવી રહેલી મફત સારવાર યોજના, હવે નવા વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ યોજના આ મહિનાથી જ શરૂ કરવામાં આવી રહી છે. દુર્ઘટનાઓમાં મૃત્યુ પામનાર ૬૦ ટકા યુવા, જેમાં ૧૮ થી ૩૪ વર્ષના હોય છે. આ વર્ષમા અત્યાર સુધી ૧.૭૮ લાખ લોકોના મૃત્યુ થયા છે. જેમાં હેલ્મેટ નહિ પહેરેલી હોવાની સંખ્યા ૩૦,૦૦૦ ની છે

(12:04 AM IST)