<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

૨૦૩૪ પછી દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે થશે

બિલમાં ૨૦૩૪ પછી એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્‍તાવ

નવી દિલ્‍હી, તા.૧૪: ‘એક રાષ્‍ટ્ર એક ચૂંટણી' માટે બંધારણ (૧૨૯મો સુધારો) બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ આ બિલ સંસદમાં રજૂ કરશે. આ ઉપરાંત કેન્‍દ્રશાસિત પ્રદેશ (સુધારો ૧) બિલ પણ રજૂ કરવામાં આવશે. મોદી કેબિનેટે ૧૨ ડિસેમ્‍બરે ‘એક દેશ એક ચૂંટણી' બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં ૨૦૩૪ પછી એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્‍તાવ છે.

સરકારે આ બિલનો ડ્રાફ્‌ટ લોકસભાના સભ્‍યોને મોકલી આપ્‍યો છે. આ બિલ દ્વારા બંધારણમાં ૧૨૯મો સુધારો અને કેન્‍દ્રશાસિત પ્રદેશ દિલ્‍હી અને જમ્‍મુ-કાશ્‍મીરના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવશે. સરકાર સંસદમાં આને લગતું બિલ રજૂ કરીને બંધારણના ચાર અનુચ્‍છેદમાં સુધારાનો પ્રસ્‍તાવ મૂકશે. આ ચાર કલમો ૮૨A, ૮૩, ૧૭૨, ૩૨૭ છે.

બંધારણ સુધારણા વિધેયક નવી કલમ ૮૨A (લોકોના ગળહ અને તમામ વિધાનસભાઓની એક સાથે ચૂંટણી) અને કલમ ૮૩ (સંસદના ગળહોની અવધિ), કલમ ૧૭૨ (રાજ્‍યની વિધાનસભાની અવધિ)માં સુધારો કરવાની દરખાસ્‍ત કરે છે. અને કલમ ૩૨૭ (સંસદના ગળહોનો સમયગાળો) સરકારે એક સાથે કેન્‍દ્રશાસિત પ્રદેશ સરકાર અધિનિયમની કલમ ૫ અને જમ્‍મુ અને કાશ્‍મીર પુનર્ગઠન અધિનિયમની કલમ ૧૭માં સુધારો કરવાની દરખાસ્‍ત કરી છે.

(10:37 AM IST)