News of Sunday, 15th December 2024
વડાપ્રધાન મોદી 29 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમનાં 117 માં એપિસોડમાં દેશ - વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે
આગામી એપિસોડ માટેના સૂચનો આ મહિનાની 27મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 117મો એપિસોડ હશે.
લોકો આ કાર્યક્રમ માટે તેમના વિચારો અને સૂચનો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકે છે. લોકો નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા તેમના સૂચનો ઓનલાઈન પણ શેર કરી શકે છે. આગામી એપિસોડ માટેના સૂચનો આ મહિનાની 27મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે.
આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઈટ અને NewsOnAir મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
