News of Sunday, 15th December 2024
તબલાવાદક ઝાકીર હુસેન નું દુઃખદ અવસાન 73 વર્ષ ની વયે અંતિમ શ્વાસ લીધા: દેશભરના ચાહકોમાં ઘેરો શોક
ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત તબલાવાદક ઝાકીર હુસેનને સંગીત જગતનું સૌથી મોટું સન્માન ગ્રેમી એવોર્ડ મળ્યો હતો

મુંબઈ : જાણીતા તબલાવાદક અને ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું.
વર્ષ 1951માં મુંબઈમાં જન્મેલા ઝાકીરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1999 માં, તેમને યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ તરફથી નેશનલ હેરિટેજ ફેલોશિપ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા આપવામાં આવી હતી, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં પરંપરાગત કલાકારો અને સંગીતકારોને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. ઝાકિરે પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ 3 વર્ષની ઉંમરે તબલા શીખવાનું શરૂ કર્યું.
આ વર્ષે શંકર મહાદેવન અને ઝાકિર હુસેન સહિત 4 ભારતીયોએ સંગીત જગતનું સૌથી મોટું સન્માન ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. ઝાકિર અને શંકરે પોતાના ફ્યૂઝન બેન્ડ 'શક્તિ' માટે 'બેસ્ટ ગ્લોબલ મ્યુઝિશિયન એલ્બમ' નું પુરસ્કાર પોતાના નામે કર્યું હતું.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
