તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 16th December 2024
નવેમ્બરમાં સોનાની આયાતમાં તોતિંગ ઉછાળો : આયાત 331 ટકા વધી 14.86 અબજ ડોલર થઈ
દેશની સોનાની આયાત ચાર ગણી વધીને 14.86 અબજ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી

નવી દિલ્હી :નવેમ્બર મહિના દરમિયાન દેશની સોનાની આયાત ચાર ગણી વધીને 14.86 અબજ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી છે. ખાસ કરીને લગ્ન સિઝન અને તહેવારોને લીધે સોનાની આ માંગ જોવા મળી છે, તમ વાણિજ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલ માહિતીમાં જણાવાયુ હતું. અગાઉ સોનાની આયાત નવેમ્બર,2023માં 3.44 અબજ ડોલર નોંધાઈ હતી.
વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બર દરમિયાન સંયુક્ત રીતે આયાત 49 ટકા વધી 49 અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં 32.93 અબજ ડોલર હતી.
મંત્રાલયની માહિતી પ્રમાણે સોનાની સરેરાશ વાર્ષિક રિટર્ન આશરે 25 ટકા રહી છે, વર્ષ 2024માં તે શ્રેષ્ઠ-પર્ફોમિંગ એસેટ્સ પૈકી એક છે અને ઊંચી આયાતની સ્થિતિ એક સુરક્ષિત રોકાણ ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે રોકાણકારોનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે આ વર્ષે અત્યાર સુધીમં સોનુ 23 ટકા વધી રૂપિયા 78,350 રહ્યું છે. બજેટમાં સરકારે ડ્યુટીને 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી.
સ્વિત્ઝર્લેન્ડ સોનાની આયાતનો સૌથી મોટો સ્રોત રહ્યો છે, જે આશરે 40 ટકા હિસ્સેદારી ધરાવે છે. ત્યારબાદ UAE આશરે 16 ટકા અને દક્ષિણ આફ્રિકા આશરે 10 ટકા હિસ્સો ધરાવે છે.
ભારત એ ચીન બાદ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો સોનાનો વપરાશકર્તા દેશ છે. જ્વેલર ઈન્ડસ્ટ્રી તરફથી વ્યાપક માંગને પગલે આ મજબૂત આયાત રહી છે. ગયા વર્ષે જેમ્સ અને જ્વેલરીની નિકાસો ગયા મહિને વાર્ષિક ધોરણે 25.32 ટકા વધી 17.43 અબજ ડોલર રહ્યો હતો.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
