News of Tuesday, 17th December 2024
૭૦ વર્ષના પતિ, ૭૩ વર્ષની પત્નિ..વળદ્ધ દંપતીના ૪૪ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો : ૩ કરોડમાં થયું સમાધાન
૧૮ વર્ષની કાનૂની લડાઈ બાદ બંનેએ છૂટાછેડા લીધા : આ દંપતીએ ૧૯૮૦માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે : બંને ૨૦૦૬થી અલગ રહેતા હતા

ચંડીગઢ, તા.૧૭: હરિયાણાના કરનાલ જિલ્લાના એક વળદ્ધ દંપતીએ લગ્નના ૪૪ વર્ષ બાદ છૂટાછેડા લીધા છે. ૧૮ વર્ષની કાનૂની લડાઈ બાદ બંનેએ પોતાના સંબંધોનો અંત લાવ્યો છે. પતિએ પત્નીને ૩.૦૭ કરોડ રૂપિયાનું કાયમી ભરણપોષણ આપવાનું નક્કી કર્યું. આ માટે તેણે પોતાની ખેતીની જમીન પણ વેચી દીધી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આર્બિટ્રેશન સેન્ટરમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પતિ, જે આવતા મહિને ૭૦ વર્ષના થશે અને તેની ૭૩ વર્ષીય પત્નીના લગ્ન ૨૭ ઓગસ્ટ, ૧૯૮૦ના રોજ થયા હતા. તેમને ત્રણ બાળકો, બે દીકરી અને એક દીકરો છે. તેમના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ બંને ૮ મે ૨૦૦૬થી અલગ રહેતા હતા. માનસિક ત્રાસના કારણે પતિએ કરનાલની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જાન્યુઆરી ૨૦૧૩માં કોર્ટે છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. આ પછી પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
લગભગ ૧૧ વર્ષ સુધી કેસ પેન્ડિંગ રહયો. ૪ નવેમ્બરે હાઈકોર્ટે આ કેસને આર્બિટ્રેશન સેન્ટરને મોકલી આપ્યો હતો. મધ્યસ્થી દરમિયાન, પત્ની, બાળકો અને પતિ રૂ. ૩.૦૭ કરોડ ચૂકવીને છૂટાછેડા માટે સંમત થયા હતા. પતિએ પોતાની જમીન વેચીને ૨,૧૬,૦૦,૦૦૦ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. ૫૦ લાખ રોકડા આપ્યા, જે પાક વેચીને કમાયા હતા. તેણે તેની પત્નીને ૪૦ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના પણ આપ્યા હતા.
કરાર મુજબ પતિએ પત્નીને કુલ ૩.૦૭ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ રકમ કાયમી ભરણપોષણ તરીકે ગણવામાં આવશે. પત્ની અને બાળકોનો પતિ કે તેના વારસદારો પર કોઈ દાવો રહેશે નહીં. પતિના મળત્યુ પછી પણ તેની મિલકત પર પત્ની અને બાળકોનો કોઈ દાવો રહેશે નહીં. મિલકતને વારસાના નિયમો અનુસાર વહેંચવામાં આવશે, જેમાં પત્ની અને બાળકોનો સમાવેશ કરવામાં આવશે નહીં.
જસ્ટિસ સુધીર સિંહ અને જસ્ટિસ જસજીત સિંહ બેદીની ડિવિઝન બેન્ચે ગયા અઠવાડિયે જારી કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે ૨૨ નવેમ્બરના રોજ થયેલા કરાર મુજબ દંપતીના છૂટાછેડા થઈ ગયા છે. આ કેસ લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ અને કાનૂની લડાઈનું ઉદાહરણ છે. તે બતાવે છે કે જ્યારે સંબંધો તૂટી જાય છે ત્યારે પરિવારો કેવી રીતે અલગ પડે છે અને કાનૂની પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે છે. આ કેસમાં મધ્યસ્થી કેન્દ્રની ભૂમિકા મહત્વની હતી, જેણે બંને પક્ષોને વધુ લડાઈ કર્યા વિના સમજૂતી સુધી પહોંચવામાં મદદ કરી. જો કે, પતિ દ્વારા આપવામાં આવેલી મોટી રકમ એ સંકેત આપે છે કે જો સંબંધ તૂટી જાય તો કેટલું મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.(
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
