પંઢરપુર નજીક કાળજું કંપાવનારો ભીષણ અકસ્માત : શ્રદ્ધાળુઓથી ભરેલો બેકાબૂ ટેમ્પો સીધો કૂવામાં ખાબકતાં ૪ બાળકો અને ૪ મહિલાઓ સહિત ૧૪ ના કમકમાટીભર્યા મોત : સિદ્ધનાથના દર્શન કરી પરત ફરી રહેલા રાંજણી ગામના ભાવિકોનો ટેમ્પો તાંદુળવાડી પાસે નિયંત્રણ ગુમાવતાં સર્જાયો પ્રચંડ અકસ્માત : ધારાસભ્ય ઉત્તમ જાણકર ઘટનાસ્થળે દોડ્યા : સોલાપુરના પાલક મંત્રી જયકુમાર ગોરેએ આપી આકરી તપાસની ખાતરી6:53 PM IST
એર ઇન્ડિયા ક્રેશ: 'રનવે પર નીકળી ગયું હતું ઇમરજન્સી પાવર ડિવાઇસ ?: તપાસમાં ઉઠ્યા નવા પ્રશ્નો: FIPએ માંગ્યો જવાબ : અહેવાલોમાં જણાવાયું છે કે ઇંધણમાં વિક્ષેપ પડ્યાના 4-5 સેકન્ડમાં RAT સક્રિય થઈ ગયું હતું, પરંતુ યુએસ ટીમે બોઇંગ 787 પર તેનું પરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે તેને સક્રિય થવામાં લગભગ 18 સેકન્ડનો સમય લાગ્યો.11:14 PM IST
પીવાના પાણીને પ્રાથમિકતા :31 ઑગસ્ટ સુધી ખેતી માટે પાણી નહીં:મહારાષ્ટ્ર જળ સંસાધન પ્રધાનનો સ્પષ્ટ આદેશ : જળ સંસાધન ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે 31 ઓગસ્ટ, 2026 સુધી નાગરિકોને પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ર્ચિત કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સૂચનાઓ આપી: તેમણે વિભાગના અધિકારીઓને ગેરકાયદે પાણી ઉલેચનારાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપી11:02 PM IST
" પાકિસ્તાનને ખોરાક અને પાણી માટે તરસાવશું ':આતંકવાદ પર રાજનાથ સિંહની કડક ચેતવણી :કહ્યું- ત્રણેય સશસ્ત્ર દળોને છૂટ આપશું . : ઉત્તર પ્રદેશના આગ્રામાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રના આત્મસન્માન સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.10:43 PM IST
ગમે તે ઘડીએ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થઈ જશે ફોક્સ ન્યૂઝનો અહેવાલ: ફ્રીઝ કરાયેલા ઈરાનના ૨૫ અબજ ડોલર છૂટા થશે, બેરૂત હુમલા મુદ્દે ટ્રમ્પે નેતન્યાહુનો ઉધડો લીધો : ૩૦ દિવસની અંદર અમેરિકા પોતાનું નેવલ બ્લોકેડ હટાવી લેશે, તેમજ ઈરાન પર લાગુ વર્તમાન આર્થિક પ્રતિબંધોને હંગામી ધોરણે સ્થગિત કરી તેને ખુલ્લા બજારમાં ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી આપશે : બદલામાં ઈરાન હોર્મુઝની સામુદ્રધુની તાત્કાલિક ખોલશે અને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન નહિ કરવા સહમત થયું: ૬૦ દિવસમાં પરમાણુ કાર્યક્રમ અંગે આખરી નિર્ણય લેવાશે10:16 PM IST
એક પણ ઈંટ લગાવ્યા વિના રિયલ એસ્ટેટમાંથી અબજો કમાય છે ડોનાલ્ડ ટ્રમ્પ : ભારતમાં ₹22,500 કરોડનું સામ્રાજ્ય: જાણો તેમના બિઝનેસ મોડેલ વિશે જાણો : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 14 જૂને તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગણતરી અમેરિકાના અગ્રણી રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિઓમાં થાય છે. એક પણ ઈંટ નાખ્યા વિના ટ્રમ્પને આટલું વિશાળ સામ્રાજ્ય બનાવવામાં મદદ કરનાર બિઝનેસ મોડેલ વિશે જાણો.10:08 PM IST
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક વૈશ્વિક સ્તરની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉમેરો:વિશેષ ‘ટનલ હૂડ્સ’લગાવાશે : દેશમાં પ્રથમ વખત રેલવે ટનલ્સ માટે ખાસ પ્રકારના ટનલ હૂડ્સનું ડિઝાઈનિંગ અને અમલીકરણ: મહારાષ્ટ્રની 7 અને ગુજરાતની 1 મળીને કુલ 8 પર્વતીય ટનલોના બંને છેડાઓ પર આ વિશેષ ‘ટનલ હૂડ્સ’ લગાવાશે: હૂડ્સની વિશેષ બારી ડિઝાઈન હવાનું પ્રેશર સેકન્ડોમાં ગાયબ કરી દેશે9:25 PM IST
પ્રી-મોન્સૂન વાવાઝોડાને કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ભારે નુકસાન: અનેક લોકોના મોત : યુપીના ઉન્નાવ અને ગાજીપુરમાં વીજળી પડવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા:કાસગંજમાં મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત :ચુરૂમાં આંધીના કારણે મકાનની દીવાલ પડતાં એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા8:47 PM IST
અમેરિકાની ધમકી અને કડક સંદેશા છતાં પીએમ મોદી મૌન કેમ?: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા : તેમણે આક્ષેપ કર્યો કે કોઈપણ સાર્વભૌમ દેશ આવી ભાષા ક્યારેય સ્વીકારી ન શકે:રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચેની વાતચીત બાદ સામે આવી 8:39 PM IST
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ શિમલાની મુલાકાત લીધી: મહત્વાકાંક્ષી શિમલા બાયપાસ ટનલ-1 પ્રોજેક્ટની પ્રગતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું : નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ હાજર ઈજનેરો અને અધિકારીઓ સાથે બેઠક કરીને ટનલના નિર્માણ કાર્યની વિગતો મેળવી:તેમણે પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી 9:07 PM IST
મુરેના: આગ લાગવાની અફવા બાદ મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા: પસાર થતી પાતાળકોટ એક્સપ્રેસે ટક્કર મારતા ચાર લોકોના મોત. : મુરેનામાં ખજુરાહો-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાઓ બાદ, કેટલાક મુસાફરો ગભરાઈ ગયા અને ટ્રેનમાંથી કૂદી પડ્યા. સમાંતર ટ્રેક પર આવી રહેલી પાતાળકોટ એક્સપ્રેસની ટક્કરમાં ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત ચાર લોકોના મોત 8:22 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે.....8:48 PM IST
પ્રયાગરાજના હનુમાન મંદિરમાં પ્રસાદમાં ૫૦૦-૨૦૦ રૂપિયાની નકલી નોટો મળી: બેંકમાં જમા કરાવતી વખતે થયો ખુલાસો : પ્રયાગરાજના સિવિલ લાઇન્સમાં આવેલા શ્રી હનુમાન નિકેતન મંદિરમાં દાનપેટીઓમાંથી નકલી ચલણી નોટો મળી:બેંક ગણતરી દરમિયાન 500, 200 અને 100 રૂપિયાની નકલી નોટો મળી:તંત્રે આ મામલો તપાસ એજન્સીઓને સોંપ્યો:તપાસ રિપોર્ટ બાદ કેસ દાખલ કરાશે 7:58 PM IST
અમેરિકાના ટેમ્પામાં સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે નરેન્દ્રભાઈ મોદીના ઐતિહાસિક શાસનકાળને બિરદાવવા ભવ્ય અભિનંદન સભા યોજાઈ : ભારતીય સમુદાયના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ : શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ફ્લોરિડામાં યોજાયેલો ગૌરવશાળી પ્રસંગ : ડૉ. કિરણ પટેલ, બાવા જૈન અને ચંદ્રકાંતભાઈ પટેલ સહિતના નેતાઓએ વડાપ્રધાનના વૈશ્વિક નેતૃત્વને બિરદાવ્યું7:40 PM IST
અમેરિકા માફી માંગવાને બદલે ધમકીભરી ભાષાનો ઉપયોગ કરે છે : પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર પ્રહાર કર્યા : અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત બાદ મોદી સરકારનું મૌન શરમજનક :કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઓમાનના કિનારે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલા અંગે મોદી સરકારની ટીકા કરી7:24 PM IST
ઇઝરાયેલ આર્મીનો બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્ય મથક પર ભયંકર હવાઈ હુમલો : નેતન્યાહુના આકરા વલણથી અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર ફરી જોખમ જુઓ વિડિયો : હિઝબુલ્લાહના ડ્રોન હુમલાના જવાબમાં ઇઝરાયેલે લીધું મોટું પગલું : સંરક્ષણ મંત્રી કાત્ઝ અને વડાપ્રધાને હુમલાની પુષ્ટિ કરી : યુદ્ધ લંબાવવાના આક્ષેપો વચ્ચે ટ્રમ્પના જન્મદિવસના દિવસે જ સ્થિતિ વણસી6:45 PM IST
હવે દિલ્હીમાં દર શનિવારે 'થાણા દિવસ' ઉજવામાં આવશે :લોકો સીધા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધાવી શકશે : નોંધી લ્યો સમય : જાહેર ફરિયાદોનું તાત્કાલિક નિવારણ સુનિશ્ચિત કરવા અને પોલીસ અને જનતા વચ્ચે સંકલન વધારવા માટે, દિલ્હી પોલીસે એક મોટી પહેલ કરી:લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુના નિર્દેશ પર, પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ નવી માર્ગદર્શિકા જારી કરી 7:20 PM IST
વડાપ્રધાન મોદીએ ફ્રાન્સમાં "ઇન્ડિયા ઇનોવેટ્સ 2026 કાર્યક્રમમાં કહ્યું- ભારત હવે વિશ્વને સમાધાન આપી રહ્યું છે : પીએમ મોદીએ ફ્રાન્સના નાઇસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ સંયુક્ત રીતે "ઇન્ડિયા ઇનોવેટ્સ" કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જેનો ઉદ્દેશ્ય ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના સ્ટાર્ટઅપ્સને જોડવાનો છે.5:16 PM IST
દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો ગરમાવો વહેલો વધશે: નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજવાનું ચૂંટણી પંચનું આયોજન : ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વહેલા મતદાનના એંધાણ; ફેબ્રુઆરીમાં મુદત પૂર્ણ થતી હોવા છતાં વહીવટી સરળતા માટે વર્ષના અંતમાં જ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા કવાયત4:00 PM IST
અમેરિકી સૈન્ય ઓપરેશનના ડરથી ઈરાનનો મોટો દાવ: ભૂગર્ભ સુરંગો તોડી પાડી ૫૦૦ કિલો 'બોમ્બ ગ્રેડ' યુરેનિયમ સીલ કર્યું, પ્રવેશદ્વારો પર ગોઠવી બારૂદી સુરંગો : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુરેનિયમનો જથ્થો જપ્ત કરવા ગ્રાઉન્ડ મિશન મંજૂર કરે તે પહેલાં જ તેહરાને કિલ્લાબંધી કરી; હવે પરમાણુ સામગ્રી બહાર કાઢવી અમેરિકા કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ માટે લગભગ અશક્ય અને જીવલેણ બની3:58 PM IST
અયોધ્યા-જનકપુર વચ્ચે સીધી ટ્રેન દોડાવવાનું આયોજન; ઈરાને સુરંગોમાં ૫૦૦ કિલો 'બોમ્બ ગ્રેડ' યુરેનિયમ છુપાવ્યું; દેશના ૫ રાજ્યોમાં વહેલી ચૂંટણીના એંધાણ : ભારત-નેપાળના દ્વિપક્ષીય સંબંધોને રેલ કનેક્ટિવિટીથી નવી ગતિ મળશે; અમેરિકી હુમલાના ડરથી ઈરાને પરમાણુ સ્ટોકને કર્યો સીલ; ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતા3:57 PM IST
જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી દિનાબેન હેમતભાઈ માડમનું દુઃખદ અવસાન : જામનગરમાં માડમ પરિવાર શોકમગ્ન : આજે, રવિવારે સાંજે ૪:૩૦ કલાકે જામનગર, નવાગામ (ઘેડ) ખાતેથી આદર્શ સ્મશાન (સોનાપુરી) જવા માટે નીકળશે સદગતની અંતિમયાત્રા : રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા ઘેરા શોકની લાગણી વ્યક્ત કરાઈ12:50 PM IST
મોડી રાત્રે વાગેલા ઈમરજન્સી સાયરન ટેસ્ટ બાદ દેશમાં સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ અસ્થાયી રૂપે અટકાવી દેવાઈ : વીઆઈપી નંબરોની સમસ્યા વકરી : રાષ્ટ્રવ્યાપી કટોકટી એલર્ટના પરીક્ષણ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય : યુઝર્સના ફોન પર મોડી રાત્રે સાયરન વાગતા લોકોમાં મચી હતી ભારે અફરાતફરી12:21 PM IST
પેટ્રોલ-ડીઝલનો ખેલ ખતમ! નીતિન ગડકરીના માસ્ટર પ્લાનથી આખી દુનિયા ચોંકી ઉઠશે : અરેબિયન દેશો પરની નિર્ભરતા તોડવા ભારતનો ઐતિહાસિક બાયો-ફ્યુઅલ શંખનાદ : મારુતિ, ટાટા, મહિન્દ્રા અને ટોયોટા સહિત 12 દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓ 100% ઇથેનોલ થી ચાલતા વાહનો મોટા પાયે લોન્ચ કરવા સજ્જ થતાં દેશના કરોડો વાહનચાલકો માટે નવી ક્રાંતિના મંડાણ9:25 PM IST
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળજું ધ્રુજાવી દેતો ગમખ્વાર અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના ૪ સભ્યોના કાળમુખો કોળિયો, ૩ વર્ષના માસૂમ સહિત બે ગંભીર : ૧૫ દિવસ પહેલાં પિતાનું કેન્સરથી અવસાન થયું ને હવે પુત્રી સહિત આખો પરિવાર વિખેરાયો: જયપુરથી દિલ્હી જતી અલ્કાઝાર કારનો કુરચો બોલી ગયો, ચીસાચીસથી હાઇવે ધ્રુજી ઊઠ્યો9:32 PM IST
સુપ્રીમ કોર્ટના આદેશ સામે ગુજરાતના ૭૫,૦૦૦ શિક્ષકોનું રણશિંગુ: TET પરીક્ષાના વિરોધમાં ૧૫ જૂનથી રાજ્યવ્યાપી મહાઆંદોલન, ત્રણ તબક્કાના કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત! : ૨૦૧૦ પહેલાના અનુભવી શિક્ષકોની નોકરી પર તોળાતું સંકટ: અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશથી ધારાસભ્યો, સાંસદો અને કલેક્ટરોને અપાશે આવેદનપત્ર, ચોમાસું સત્રમાં દિલ્હી ગજવવાની તૈયારી10:55 PM IST
દિલ્હી હવે હાઈએલર્ટ પર! રસ્તાઓ પર સિંઘમ અવતારમાં દેખાશે ખાખી વર્દી, ઉપરાજ્યપાલના આદેશ બાદ કમિશનરે જારી કર્યો કડક પરિપત્ર : વીકેન્ડ સહિત અઠવાડિયામાં ૪ દિવસ અધિકારીઓએ કમ્પલસરી કરવું પડશે ફૂટ પેટ્રોલિંગ: સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી મીટિંગો પર પ્રતિબંધ, રસ્તા પર ઉતરીને જનતાની સમસ્યાઓનું સ્થળ પર જ કરવું પડશે નિરાકરણ9:32 PM IST
યુપીમાં ‘જય ભીમ-જય મીમ’નો નવો દાવ: અખિલેશ-રાહુલની ઊંઘ ઉડાવવા ઓવૈસીનો માસ્ટર પ્લાન તૈયાર : લોકસભાની સફળતા બાદ સપા-કોંગ્રેસના 'PDA' ગણિતને રોકવા AIMIM ૨૦૦ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં : માયાવતીના ઈનકાર છતાં મુસ્લિમ-દલિત ગઠબંધનના ભરોસે અસદુદ્દીન ઓવૈસી ૧૪ જૂને બહરાઇચથી ફૂંકશે ચૂંટણી શંખનાદ10:40 PM IST
બંગાળના રાજકારણમાં મહાભૂકંપ: મમતા બેનર્જીને સુદીપ બંદોપાધ્યાયનો મસમોટો ઝટકો, ૧૯ સાંસદો સાથે બળવાખોર છાવણીમાં જોડાયા! : દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે ગુપ્ત બેઠક બાદ ટીએમસીમાં ભંગાણના સંકેત: લોકસભા સ્પીકર પાસે અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા માંગવાની તૈયારી, મહુઆ મોઇત્રાએ બળવો ગેરકાનૂની ગણાવ્યો9:33 PM IST
વોટ્સએપ યુઝર્સના ખિસ્સા હળવા થવાની તૈયારી! મેટા કંપની ગુપ્ત રીતે ટેસ્ટ કરી રહી છે 'Meta One' પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન, જાણો હવે કઈ સુવિધાઓ માટે ચૂકવવા પડશે પૈસા : મફતમાં ચેટિંગના દિવસો હવે ભૂતકાળ બનશે? એક્સક્લુઝિવ એઆઈ ફીચર્સ અને એડવાન્સ સિક્યોરિટી સાથે વોટ્સએપ લાવી રહ્યું છે નવો પેઇડ પ્લાન, ટેક જગતમાં ભારે ખળભળાટ9:34 PM IST
દેશની આંતરિક સુરક્ષા અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો મોટો એક્શન પ્લાન: સરહદી જિલ્લાઓમાં થઈ રહેલા 'વસ્તી વિષયક ફેરફારો'નો ઊંડો અભ્યાસ કરવા ઉચ્ચ સ્તરીય સમિતિને આપ્યા કડક આદેશ : સરહદ પારની ઘૂસણખોરી અને વસ્તીના બદલાતા સમીકરણો પર કેન્દ્ર સરકારની તીક્ષ્ણ નજર: દેશની સાર્વભૌમત્વતા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે હાઇ-લેવલ કવાયત શરૂ9:34 PM IST
દુબઈ-અમદાવાદ ફ્લાઈટના શૌચાલયમાં કસ્ટમ્સની સર્જિકલ સ્ટ્રાઈક: સ્પીકર બોક્સની અંદર ગુપ્ત રીતે છુપાવેલી સોનાની લગડીઓનો મસમોટો જથ્થો ઝડપાયો, સ્મગલિંગનો આઈડિયા જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા! : એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બાતમીના આધારે ફ્લાઈટ લેવેટરીમાં બોલાવ્યો સપાટો: કરોડો રૂપિયાના બિનવારસી સોના સાથે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ9:35 PM IST
ગીરના સાવજો પર મોટું સંકટ! સિંહ કોરિડોરમાં ખાણકામ અને ગેરકાયદે રિસોર્ટના વિવાદથી વન્યજીવ બોર્ડના સભ્યો લાલઘૂમ, કેન્દ્ર-રાજ્ય સરકાર સુધી પહોંચી લડત : વન્યજીવ બોર્ડના ૭ વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોએ પત્ર લખી ઉચ્ચ સ્તરીય તપાસની કરી માંગ: માલધારીઓના પુનર્વસન વચ્ચે જંગલમાં વીઆઈપી એન્ટ્રીથી વિવાદ વકર્યો, હાઈકોર્ટની પીઆઈએલ વચ્ચે ગીર લેન્ડસ્કેપ બગાડવાના ગંભીર આરોપ9:42 PM IST
'બહારથી રહીને સંઘને સમજવો અશક્ય છે': RSS ના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, સંઘને વિશ્વની સૌથી વધુ ગેરસમજણનો ભોગ બનેલી સંસ્થા ગણાવી! : સંઘ કોઈના વિરોધમાં નથી, તેનું કામ માત્ર સમાજને સંગઠિત કરવાનું છે: વિરોધીઓ અને ટીકાકારો પર પ્રહાર કરવાને બદલે સંઘની વિચારધારાને નજીકથી જાણવા સરસંઘચાલકની અપીલ9:41 PM IST
ગ્લોબલ ટેક જગતમાં મહાભૂકંપ: અમેરિકાએ એન્થ્રોપિકના સૌથી પાવરફુલ AI મોડેલ્સ 'ફેબલ 5' અને 'માયથોસ' પર રાતોરાત લગાવ્યો પ્રતિબંધ, કંપનીએ તમામ યુઝર્સ માટે એક્સેસ બંધ કર્યો! : રાષ્ટ્રીય સુરક્ષા અને 'જેલબ્રેકિંગ' ના ખતરાને ટાંકીને યુએસ સરકારે જારી કર્યો ઈમરજન્સી આદેશ: સૈન્ય હથિયારો માટે AI આપવાનો ઇનકાર કરતાં સરકારે લીધું વેર, હવે યુઝર્સે વાપરવા માટે સાબિત કરવી પડશે નાગરિકતા!9:42 PM IST
'હું આ નફરતને જ પાત્ર છું...': રૂ. ૩૭૦ બિરયાની વિવાદમાં ચોમેરથી ઘેરાયેલા કોમેડિયન પ્રણિત મોરેએ માગી નવી માફી, વાયરલ વીડિયોના શરમજનક ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર પ્રચંડ આક્રોશ! : ગુરુગ્રામના શોમાં યુવતી પર અપમાનજનક ટિપ્પણી બદલ કોમેડિયને સ્વીકારી પોતાની મોટી ભૂલ: કાનૂની કાર્યવાહીમાં પોલીસને સહકાર આપવાની ખાતરી સાથે સુધરવા માટે વધુ એક તક આપવા આજીજી કરી9:43 PM IST
ગલ્ફમાં અમેરિકી હુમલાથી ભારત લાલઘૂમ! વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએસ સેક્રેટરી માર્કો રુબિયો સામે નોંધાવ્યો પ્રચંડ વિરોધ, અમેરિકાએ કહ્યું- 'નાકાબંધીનું ઉલ્લંઘન સહન નહીં થાય' : ઓમાન કિનારે તેલ ટેન્કરો પર યુએસ નેવીના ઘાતક હુમલામાં ૩ ભારતીય જાંબાઝ ખલાસીઓએ ગુમાવ્યા જીવ: વાણિજ્યિક જહાજો પર સૈન્ય બળનો ઉપયોગ કોઈપણ ભોગે વાજબી નથી, વૈશ્વિક સ્તરે રાજદ્વારી ગરમાવો વધ્યો9:43 PM IST
સોનાના ભાવમાં ૨૦% ના તોફાની ઉછાળાની આગાહી: જેપી મોર્ગનના રિપોર્ટથી બુલિયન માર્કેટમાં હલચલ, આગામી સમયમાં ગોલ્ડ રચી શકે છે નવો રેકોર્ડ! : શોર્ટ-ટર્મ ઘટાડા છતાં લોન્ગ-ટર્મમાં સોનું ચમકશે: વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં $૬,૦૦૦ અને ૨૦૨૭ સુધીમાં ભાવ $૬,૩૦૦ પ્રતિ ઔંસ થવાનો અંદાજ, વૈશ્વિક તણાવ અને મોંઘવારી બનશે સોનાની તેજીનું મુખ્ય હથિયાર10:25 PM IST
'ઓર્ડર... ઓર્ડર! આજે હું જજ છું, પુરાવા રજૂ કરો!': વારાણસી કોર્ટમાં ન્યાયાધીશની ખુરશી પર જઈને બેસી ગઈ આધેડ મહિલા, હાઈપ્રોફાઈલ ડ્રામાથી વકીલો-સ્ટાફ સ્તબ્ધ, સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા! : ન્યાયાધીશની ગેરહાજરીમાં કેસ ફાઈલો ઉથલાવી ડેસ્ક પર હાથ પછાડતી રહી મહિલા: એક કલાક સુધી ચાલેલા હંગામા બાદ મહિલા પોલીસની મદદથી કોર્ટરૂમ ખાલી કરાવાયો, હાઈ-સિક્યોરિટી ઝોનમાં મોટો ભંગ થતાં તપાસના આદેશ9:43 PM IST
અયોધ્યા રામ મંદિરમાં ભક્તોના દાન પર કરોડોની તરાપ? છાણની અંદરથી મળ્યા લાખો રોકડા, યોગી સરકારે તપાસ માટે રચી હાઈ-લેવલ SIT, બે સપ્તાહમાં અહેવાલ આપવા કડક આદેશ! : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી બાદ એક્શનમાં આવેલી યુપી પોલીસ: એસઓજીએ શંકાસ્પદ યુવકની કરી ધરપકડ, બેંકિંગ સ્ટાફ અને દાનની ગણતરી કરતા કર્મચારીઓ પર કસાશે કાનૂની ગાળિયો9:44 PM IST
'વીકેન્ડમાં કામ કર્યું તો બોસે ખખડાવ્યો!': નોર્વેમાં ભારતીય કર્મચારીની વાયરલ પોસ્ટથી સોશિયલ મીડિયા પર છેડાયું મહાયુદ્ધ, ભારતના કોર્પોરેટ કલ્ચર સામે કર્મચારીઓનો પ્રચંડ આક્રોશ : પ્રશંસાની આશા રાખતા ભારતીય પ્રોફેશનલને નોર્વેજીયન મેનેજરે આપી કડક શિખામણ: 'આવા આંધળા સમર્પણની કોઈ જરૂર નથી, રજાઓ ભોગવવી ફરજિયાત છે', વાયરલ ટ્વીટથી ઓફિસ લાઈફ અને પર્સનલ લાઈફના સંતુલન પર વૈશ્વિક ચર્ચા શરૂ9:44 PM IST
બુલેટ ટ્રેનની સ્પીડ પાછળ ભારતનું નેક્સ્ટ લેવલ એન્જિનિયરિંગ: ટનલમાંથી નીકળતી વખતે થતો જોરદાર વિસ્ફોટ જેવો અવાજ રોકશે જાપાનીઝ 'ટનલ હૂડ' ટેકનોલોજી, દેશમાં પ્રથમ વખત અદભુત પ્રયોગ! : મહારાષ્ટ્રની ૭ અને ગુજરાતની ૧ પર્વતીય ટનલના બંને છેડા પર ફિટ કરાશે ખાસ એરોડાયનેમિક વિન્ડોઝ: ૩૦૦ કિમીથી વધુની ઝડપે દોડતી ટ્રેન પાછળ હવાના પ્રેશરને કંટ્રોલ કરી આસપાસના વિસ્તારોને ધડાકાના અવાજથી બચાવશે9:46 PM IST
વાયુસેનાનું AN-32 વિમાન રનવે પર જ ભડભડ સળગ્યું: આસામના જોરહાટ એરબેઝ પર ટ્રેનિંગ દરમિયાન સર્જાયો ભયાનક અકસ્માત, IAF ના ૫ બહાદુર જવાનોના કરુણ મોત! : ટેક-ઓફ્ પહેલાં જ વિમાનમાં લાગી આગ, આકાશમાં ઉડ્યા કાળા ધુમાડાના ગોટા: શહીદ જવાનોમાં સ્ક્વોડ્રન લીડર, ફ્લાઇટ લેફ્ટનન્ટ અને બે 'અગ્નિવીરવાયુ' સામેલ, એરફોર્સ દ્વારા હાઈ-લેવલ તપાસ શરૂ10:06 PM IST
G7 સમિટમાં ગ્લોબલ પાવર પ્લે: ફ્રાન્સની ધરતી પર આ બુધવારે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જામશે મહામુલાકાત, હોર્મુઝની ખાડીમાં ભારતીય નાવિકોના મોત અને વેપાર યુદ્ધ પર થશે આરપારની ચર્ચા! : વોશિંગ્ટનની મુલાકાત બાદ બંને નેતાઓ પ્રથમ વખત સામસામે: 'ઓપરેશન સિંદૂર' અને ભારે ટેરિફ વિવાદ બાદ ભારત-અમેરિકાના સંબંધોની કસોટી, વચગાળાની ટ્રેડ ડીલ પર વિશ્વભરની નજર10:19 PM IST
ગેરકાયદેસર ઘૂસણખોરી પર આસામ સરકારનો પ્રચંડ પ્રહાર: ૧૮ વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો માટે નવી આધાર નોંધણી પર વર્ષ ૨૦૨૭ સુધી મૂકાયો વ્યાપક પ્રતિબંધ, SC-ST અને ચાના બગીચાના સમુદાયોને મળી મોટી મુક્તિ! : આસામમાં આધાર કાર્ડ ધારકોની સંખ્યા ૧૦૦% ને વટાવી જતાં સિસ્ટમના દુરુપયોગની આશંકા: હવેથી પુખ્ત વયના લોકોએ આધાર કઢાવવા માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે, કેબિનેટ બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય10:21 PM IST
અબજોનું નુકસાન છતાં સ્પેસએક્સના IPO માં રોકાણકારો પાગલ થયા!: નાસ્ડેક પર લિસ્ટિંગના પહેલા જ દિવસે ૧૯% નો પ્રચંડ ઉછાળો, $૨.૧ ટ્રિલિયનના મૂલ્યાંકન સાથે મસ્કે રચ્યો નવો ઇતિહાસ : 'એલોન મસ્ક પ્રીમિયમ' ચૂકવવા છૂટક રોકાણકારો તૈયાર: ટેસ્લા જેવા બમ્પર વળતરની આશા અને સ્ટારલિંકના ભવિષ્ય પર મોટો દાવ, અવકાશમાં AI ડેટા સેન્ટર સ્થાપવાની યોજનાથી માર્કેટ ગરમ10:26 PM IST
RBIનો અત્યાર સુધીનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક: વિદેશમાં રહેતા ભારતીયો માટે રોકાણના નિયમો બદલાયા, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને NPS પર થશે સીધી અસર! : FEMA એક્ટ હેઠળ રિઝર્વ બેંકે 'નોન-ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ' નિયમોમાં કર્યો ઐતિહાસિક સુધારો: હવે વિદેશથી ભારતમાં પૈસા મોકલવા અને કમાણી પાછી ખેંચવાની પ્રક્રિયા થઈ સુપર ઈઝી, રોકાણકારોનો વિશ્વાસ વધશે10:26 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધની આશંકા વચ્ચે ૨૪ કલાક ભારે!: એકતરફ અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરારની નજીક, બીજી તરફ હોર્મુઝની ખાડીમાં અમેરિકાએ ઈરાની ડ્રોન તોડી પાડ્યા! : ઇઝરાયલ-લેબનોન સરહદે લોહિયાળ જંગ: હિઝબુલ્લાહે ઇઝરાયલનું અત્યાધુનિક 'હર્મેસ ૪૫૦' ડ્રોન હવામાં જ ફૂંકી માર્યાનો દાવો, ઉત્તર ઇઝરાયલમાં યુદ્ધના સાયરન ગુંજ્યા10:27 PM IST
વેઇટિંગ ટિકિટનું ટેન્શન ખતમ! હવે ચાલતી ટ્રેનમાં પણ મળશે કન્ફર્મ બર્થ : રેલવે લાવ્યું લાઈવ બુકિંગ સિસ્ટમ : IRCTC પોર્ટલ અને TTE ના હેન્ડહેલ્ડ ટર્મિનલ કનેક્ટ થતાં ટ્રેન ઉપડ્યા પછી ખાલી પડેલી સીટો રિયલ-ટાઇમ ઓનલાઈન દેખાશે : વેઇટિંગ લિસ્ટના મુસાફરો ચાલતી મુસાફરીએ સીધા સ્માર્ટફોનથી કન્ફર્મ સીટ બુક કરી શકશે10:39 PM IST
"અખિલેશ જી, જો તમારાથી ન સુધરે તો સમર્થકોને અમને સોંપી દો, અમે સીધા દોર કરી દઈશું": યોગી આદિત્યનાથનો સણસણતો પ્રહાર : અખિલેશ યાદવની પુત્રી અદિતિ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે UP પોલીસની મોટી એક્શન: કાનપુરમાં FIR નોંધાયા બાદ સીએમ યોગીએ લલકાર્યા : દીકરીઓના સન્માન સાથે ખીલવાડ કરનારા તત્વોને સરકાર પોતાની સ્ટાઈલમાં ભણાવશે પાઠ10:39 PM IST
TMCમાં ‘બખેડો’ શાંત? અભિષેક બેનર્જી પર સાંસદ કલ્યાણ બેનર્જીના તેવર નરમ : "તે મારા પુત્ર જેવો, પિતા ભૂલો માફ કરે" : મમતા બેનર્જીને "હું કે ભત્રીજો" નું અલ્ટીમેટમ આપી બળવો પોકારનારા વરિષ્ઠ નેતાએ અચાનક વાળ્યો યુ-ટર્ન : અભિષેકને ઘમંડી કહી પાર્ટી બરબાદ કરવાના ગંભીર આરોપો લગાવ્યા બાદ હવે સમાધાનના મૂડમાં આવ્યા10:40 PM IST
અયોધ્યા રામ મંદિર પ્રસાદ અને દાન વિવાદમાં PMO ની એન્ટ્રી: પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્રસ્ટને મોકલ્યો ગુપ્ત પત્ર, નૃપેન્દ્ર મિશ્રા અને ચંપત રાય વચ્ચે બંધ બારણે હાઈ-લેવલ બેઠકથી ગરમાયું રાજકારણ! : સોશિયલ મીડિયા પર ઉઠેલા સવાલો બાદ એક્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર: વિવાદોનો અંત લાવવા સીએમ યોગી આદિત્યનાથે ત્રણ ઉચ્ચ અધિકારીઓની 'SIT' રચી, કાવતરાનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ10:54 PM IST
આકાશમાં ચમકતી રહસ્યમય રોશનીઓ પાછળનું સત્ય શું? અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને યુએફઓ (UFO) સંબંધિત ગુપ્ત ફાઇલોનો ત્રીજો જથ્થો જાહેર કર્યો : એફબીઆઈ, સીઆઈએ અને પેન્ટાગોનની ૭૨ દસ્તાવેજી ફાઇલો સાર્વજનિક કરાતાં વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા : સાક્ષીઓના નિવેદનો, સ્કેચ અને ચમકતા લાલ-સફેદ ગોળાઓના અહેવાલોથી રહસ્ય ઘેરાયું10:56 PM IST
ભારતની પ્રચંડ પરમાણુ શક્તિ જોઈ પાકિસ્તાનમાં હાહાકાર: ૧૨ એટમ બોમ્બ હાઈ-એલર્ટ ઓપરેશનલ મોડમાં તૈનાત થતાં જ દુનિયા સમક્ષ રોવા લાગી શાહબાઝ સરકાર! : વૈશ્વિક સંસ્થા SIPRI ના ખુલાસાથી ઇસ્લામાબાદમાં હડકંપ, આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની ભીખ માંગી: બીજી તરફ ભારત સરહદોને સુરક્ષિત કરવા ₹૨૧,૭૦૦ કરોડના સ્વદેશી 'પ્રોજેક્ટ કુશ' હેઠળ તૈયાર કરી રહ્યું છે 'સુદર્શન ચક્ર' અભેદ્ય કવચ10:58 PM IST
અમેરિકામાં ભારે કાનૂની ડ્રામા: કોર્ટના સખત આદેશ બાદ વોશિંગ્ટનના જગપ્રસિદ્ધ 'કેનેડી સેન્ટર' પરથી ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સંપૂર્ણપણે હટાવાયું! : ફેડરલ જજના અલ્ટીમેટમ સામે અપીલ કોર્ટમાં ટ્રમ્પ જૂથની અરજી ફગાવાઈ: વાવાઝોડા અને ભારે હોબાળા વચ્ચે મોડી રાત્રે ઇમારત પર ટાર્પ બાંધીને અક્ષરો ઉખાડી નંખાયા, વિરોધીઓએ શેમ્પેન વહેંચી 'શરમ શરમ'ના નારા લગાવ્યા11:04 PM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે રવિવારે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થશે તેવો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો : ઈરાને સમયમર્યાદા અંગે વ્યક્ત કરી અસંમતિ : વૈશ્વિક ભારે અસમંજસ! : હોર્મુઝની સામુદ્રધુની તમામ જહાજો માટે ખુલ્લી મુકાશે અને ૬૦ દિવસ માટે યુદ્ધવિરામ લંબાવાશે : પાકિસ્તાનની મધ્યસ્થતા વચ્ચે ઈરાને કહ્યું, રવિવારે નહીં પરંતુ આગામી દિવસોમાં થઈ શકે છે અંતિમ સમજૂતી!11:07 PM IST
વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો: વડાપ્રધાન મોદી ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરશે વ્યૂહાત્મક મંત્રણા, 'ભારત ઇનોવેટ્સ' દ્વારા ટેક-જગતમાં છવાશે ભારત! : નાઇસમાં ભવ્ય સ્વાગત બાદ સંરક્ષણ, વેપાર અને ઇનોવેશન પર ફોકસ: ત્યારબાદ G-7 સમિટમાં ટ્રમ્પ સાથે મુલાકાત અને વિવાટેક 2026 માં ભારતનું વિશાળ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બનશે11:47 PM IST
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો કાનૂની ફટકો: રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી ઇતિહાસ અને ક્લાઇમેટ ચેન્જના બોર્ડ હટાવવાનો સરકારી આદેશ ફેડરલ કોર્ટે રદ કર્યો! : ‘અર્ધ-સત્ય પીરસવા માટે ઇતિહાસને સેન્સર ન કરી શકાય’: જો બિડેન દ્વારા નિયુક્ત ભારતીય મૂળના મહિલા જજ એન્જલ કેલીનો ૬૩ પાનાનો સખત ચુકાદો, ૩ જુલાઈ સુધીમાં તમામ ચિહ્નો પુનઃસ્થાપિત કરવા અલ્ટીમેટમ11:09 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાહનુમાનજીના નહીં, પરંતુ "કિંગ ઓફ સાળંગપુર" મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ કોપીરાઈટ લેવાયા છે : મંદિરની મોટી સ્પષ્ટતા : હનુમાનજીના નામ, પૂજા, ભક્તિ, જાપ, અર્ચના અથવા નવા મંદિરની સ્થાપના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી:સમસ્ત ભગવાનના કોપીરાઈટ ક્યારેય કોઈ વ્યક્તિ કે સંસ્થાને મળી શકે નહીં અને હનુમાનજી સૌના આરાધ્ય દેવ છે:નિર્ણયનો હેતુ કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર નિયંત્રણ લાવવાનો નહીં, પરંતુ ભક્તોને નકલી તત્વો અને ટ્રેડમાર્ક ચોરીથી સુરક્ષિત રાખવાનો છે.11:23 PM IST
સોમવારે ગાંધીનગરમાં ગુજરાતભરના ખેડૂતો એકત્રિત થઈને સરકાર સામે બગાવતનું રણશિંગું ફૂંકશે. : ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને વીજપોલ ઊભા કરવાના મામલે છેલ્લા છ દિવસથી ચાલતો વિરોધ હવે રાજ્યવ્યાપી આંદોલન બન્યું :ખેડૂતો પોતાની કિંમતી જમીનમાં નખાતા વીજપોલ સામે યોગ્ય અને ન્યાયી વળતરની માંગ પર અડગ 9:37 PM IST
અમદાવાદમાં મેટ્રિમોનિયલ સાઈટ પર ‘આદિત્ય પટેલ’ બની વિધવા મહિલાઓ સાથે ઠગાઈ આચરનાર કરીમ સિપાઈને દબોચતી ક્રાઈમ બ્રાંચ : ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને જોઇન્ટ પોલીસ કમિશ્નરનું સફળ માર્ગદર્શન : ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાંચ અને મહિલા પોલીસ મથક (પશ્ચિમ)નું સંયુક્ત ઓપરેશન : નકલી દસ્તાવેજોના આધારે પ્રેમજાળમાં ફસાવી રોકડ અને વાહનો પડાવતા કડીના રીઢા ગુનેગારની ધરપકડ6:21 PM IST
સુરતમાં નકલી ડિમોલિશનનો મુદ્દો ગરમાયો:ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વાતિ સોસા હવે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાના બચાવમાં ઉતર્યા : સ્વાતિ સોસાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કાજલ હિંદુસ્તાનીને આ મામલે પૂરતી સમજ નથી:વિનુભાઈ મોરડિયા જેવા વરિષ્ઠ ધારાસભ્ય પર આ પ્રકારના પાયાવિહોણા નિવેદનો કરવા યોગ્ય નથી: ધારાસભ્યએ માત્ર જાણવાનો પ્રયાસ કર્યો કે આ ડિમોલિશનની કાર્યવાહી કોના આદેશથી કરવામાં આવી હતી, જે તેમની ફરજનો એક ભાગ છે.6:04 PM IST
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નું “ઓપરેશન રેમ્બો-૨” : ઘાતક હથિયારો સાથે ફરતા ૪૫ ઈસમો સહિત કુલ ૫૨ શખ્સો ઝડપાયા : પીઆઈ એ.એસ.સોનારાની અલગ-અલગ ટીમો દ્વારા લિંબાયત, રાંદેર અને ચોકબજાર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ : એમ.ડી. ડ્રગ્સ કેસના વોન્ટેડ મુંબઈના મોહમંદ અલી મન્સુરી અને ગૌવંશ માસ હેરાફેરીના ફરાર આરોપીઓ પણ દબોચાયા12:10 PM IST
સુરત નાસીરનગરના ડિમોલિશન કાંડને 16 દિવસ પૂર્ણ: 84 પરિવારો માટે હવે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ આક્ષેપ કર્યો કે, વહીવટી તંત્ર અને વચેટિયાઓ દ્વારા અસરગ્રસ્તોને આર્થિક પ્રલોભનો આપીને કે ડરાવી-ધમકાવીને 'સ્વૈચ્છિક ડીમોલીશન' જેવું દર્શાવવાનો પ્રયાસ કરાઈ છે 11:07 PM IST
સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની ‘નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ’ ડ્રાઈવ હેઠળ ક્રાઇમ બ્રાન્ચના વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ હિતેશ ગઢવીની ટીમનું કલકત્તામાં ઓપરેશન : અઢી કરોડની છેતરપિંડીના ૪ ગુનામાં ૪ વર્ષથી વોન્ટેડ આરોપી મુકેશ અગ્રવાલ ઝડપાયો : સારોલીમાં બે ફર્મ ખોલી વેપારીઓ સાથે સાડીના માલના નામે વિશ્વાસઘાત કરનાર નરાધમને નાસતા ફરતા સ્કોડે દબોચ્યો : પાંડેસરા, ખટોદરા અને પુણા પોલીસ સ્ટેશનની કરોડોની ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલાયો6:16 PM IST
નવસારીને લાગી લોટરી: કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલે જનતાને આપી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની સુપર ગિફ્ટ : દક્ષિણ ગુજરાતના મુસાફરોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ, નવસારી રેલવે સ્ટેશન પર ટૂંક સમયમાં જ સ્પીડ કિંગ 'વંદે ભારત' બ્રેક મારશે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં કેન્દ્રિય મંત્રી પાટીલની ગર્જના: નવસારીના સર્વાંગી વિકાસ માટે કરોડોના પ્રકલ્પોની ભેટ, રેલવે કનેક્ટિવિટી વધતા વેપાર-રોજગારને વેગ મળશે4:49 PM IST
રાજકોટના કોટેચા ચોકમાં ટ્રાફિક પોલીસની શરમજનક વર્તણૂક :કાર ચાલકને લાફા ઝીક્યાં :મહિલા સાથે પણ અભદ્ર વ્યવહાર : કાર લોક કરવાના મુદ્દે શરૂ થયેલો નાનકડો વિવાદ એટલો વણસ્યો કે પોલીસના સાથીદારે કાર ચાલકને જાહેરમાં તમાચા ઝીંક્યા :વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા 7:30 PM IST
રાજકોટના વિમલનગરમાં કૌટુંબિક કલેહમાં જમાઈએ ખેલ્યો ખૂની ખેલ : પત્નીના નાનાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા : નાનીને ગળાના ભાગે ગંભીર ઈજા : પત્ની સાથેના અણબનાવની અદાવતમાં મૂળ વેરાવળના શખ્સે મોડી રાત્રે વડીલો પર કર્યો જીવલેણ હુમલો : ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધા હોસ્પિટલમાં દાખલ : ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા9:58 AM IST
નવા ૧૫૦ રિંગ રોડ પરસાણા ચોકમાંથી ૧૯ ચોરાઉ સાયકલો સાથે તાલુકા પોલીસે ૪ સગીરને પકડયા : ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરીની સૂચના મુકબ રાજકોટ તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબીરીમાં પીએસઆઇ બી.ડી. ભરવાડ અને ટીમની કામગીરી: કોન્સ. બળભદ્રસિંહ જાડેજા, જયપલાસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ જાડેજાની બાતમી6:25 PM IST
રાજકોટના યુનિવર્સીટી રોડ પર વિમલનગરમાં હત્યા: વણિક વૃદ્ધ પ્રવીણભાઈ શાહને દિકરીના જમાઈ રવિએ છરીના ઘા ઝીંકી પતાવી દીધા: વચ્ચે પડેલા નાનીજી સાસુને પણ ઇજા : રાજકોટઃ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં ઘરેલુ માથાકૂટમાં વધુ એક હત્યા થઈ છે. મૂળ વેરાવળના વિવેક ગોસ્વામીએ પત્ની સાથેના અણબનાવને કારણે પત્નીના નાના પ્રવિણભાઇ શાહને છરીના ઘા ઝીંકી દેતાં તેમનું મોત થયું છે. રવિએ વચ્ચે પડેલા પત્નીના નાનીને પણ ઇજા પહોંચાડતા સારવાર માટે દાખલ કરાયા છે.12:32 PM IST
રાજકોટમા પીસીબીની ટીમ ત્રાટકી: ૫.૯૯ લાખનો દારૂ ભરેલી કિયા કાર ઝડપાઇ રાજસ્થાનનો શખ્સ ઝડપાયો: સ્થાનિક બુટલેગરની શોધખોળ: ૮૦ ફૂટ રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાછળ બંધ શેરીમાં દરોડો : એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાની બાતમી: પીઆઇ ગોંડલીયા અને ટીમનો દરોડો1:41 PM IST
ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ અંતર્ગત જામનગરમાં રણમલ ( લાખોટા)તળાવ પાસે સાયબર એવરનેસના પેમ્ફલેટનું વિતરણ : વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ,ફેક અકાઉંટ,ફેક ન્યૂઝ કે અફવા ન ફેલાવવવી વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરાયા 8:20 PM IST
ગોંડલની ઓઇલ મિલમાં હૃદયદ્રાવક દુર્ઘટના: નોકરીના બીજા જ દિવસે કાળનો પંજો, મશીનમાં સાડી આવી જતાં પંચમહાલની શ્રમિક મહિલાનું કમકમાટીભર્યું મોત : રોજીરોટીની તલાશમાં રાજકોટ આવેલા પરિવાર પર આભ તૂટ્યું; તેલની મિલમાં કામ કરતી વખતે અચાનક કરૂણાંતિકા સર્જાતા શ્રમિક આલમમાં ઘેરો શોક, પોલીસે તપાસ શરૂ કરી3:53 PM IST
વિસાવદરને જોડતી ટ્રેનોનુ સ્થળાંતરિત ગ્રોફેડ જૂનાગઢ સ્ટેશન કોઈ કાળે ન ખપે : વિકલ્પે શાપુરથી કનેક્ટીવીટી આપો : જી.એમ.ને રોકડુ પરખાવતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા : જૂનાગઢ-ગીર સોમનાથ અને અમરેલી મીટર ગેજ લાઈનનુ બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા સહિતના અનેકવિધ મુદ્દે પ્રતિનિધિ મંડળની રેલવેના જનરલ મેનેજરને રૂબરૂ રજૂઆત8:50 PM IST
જામનગરના એક મોં.સ. અને બે અન્ય ચોરીના વાહનો ચોરીના આરોપીઓને મુદામાલ સાથે જામનગર સીટી સી ડિવિઝનના પોલીસ સ્ટેશન સ્ક્વોડે ઝડપ્યા : જામનગર સીટી સી પોલીસ સ્ટેશનના એક મો.સા. ચોરીના તેમજ જામ સીટી બી ડીવી. પો.સ્ટેશનના એક તેમજ બે અન્ય ચોરીના વાહનો ચોરી કરનાર શખ્શને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી જામનગર સીટી સી ડીવી પો.સ્ટે , સર્વેલન્સ સ્કોડ5:54 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST





































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































































































