News of Tuesday, 17th December 2024
સેમસંગ Galaxy S25ની વિગતો લોન્ચ પહેલા લીક થઈ : કિંમતથી લઈને ફીચર્સ જાહેર થયા
સેમસંગ આવતા મહિને તેની Galaxy S25 સિરીઝ લોન્ચ કરશે : લોન્ચિંગ પહેલા સીરીઝની સંપૂર્ણ વિગતો લીક થઈ ગઈ

મુંબઈ , તા. ૧૭: દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગ દર વર્ષે જાન્યુઆરીમાં તેની ગેલેક્સી એસ શ્રેણીની નેક્સ્ટ જનરેશન લોન્ચ કરે છે. આ વખતે પણ કંપની નવા વર્ષના પહેલા મહિનામાં પોતાની ફ્લેગશિપ સિરીઝ લાવવા જઈ રહી છે. અત્યાર સુધી તેની ટાઈમલાઈન અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ હવે એક લીકમાં એવું કહેવામાં આવ્યું છે કે સેમસંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આમાં, Galaxy S25 લાઇનઅપના ૩ નવા સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે.
ટ્વિટર પર @sondesix નામના ટિપસ્ટરે જાહેર કર્યું છે કે સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ૨૦૨૫ ઇવેન્ટ ૨૨ જાન્યુઆરીએ યોજાશે. ભારતીય સમય અનુસાર તે રાત્રે ૧૦.૩૦ વાગ્યે શરૂ થશે. આમાં Samsung Galaxy S25, Samsung Galaxy S25+ અને Samsung Galaxy Ultra લોન્ચ થશે. આ સિવાય પ્રોજેક્ટ Moohan XR હેડસેટને પણ ઇવેન્ટમાં ટીઝ કરી શકાય છે.
તાજેતરના લીક્સ અનુસાર, આ લાઇનઅપમાં 45W ફાસ્ટ ર્ચાજિંગ ઉપલબ્ધ હશે. Galaxy S24 સીરીઝની જેમ આ વખતે પણ કંપની બોક્સ સાથે ચાજિર્ંગ એડેપ્ટર આપશે નહીં. ગ્રાહકોએ આને અલગથી ખરીદવા પડશે. ત્રણેય સ્માર્ટફોન 5G સાથે આવશે. S Pen પણ Galaxy S25 Ultra સાથે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
પરફોર્મન્સ વિશે વાત કરીએ તો, શ્રેણીમાં Qualcomm ના Snapdragon 8 Elite ચિપસેટ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. કંપનીએ કહ્યું છે કે ત્રણેય સ્માર્ટફોન એન્ડ્રોઇડ ૧૫ પર ચાલશે. લ્૨૪ સિરીઝની સરખામણીમાં લ્૨૫ લાઇનઅપમાં વધુ સારો કેમેરા હશે. Galaxy S25 Ultra માં વર્તમાન 12MP ને બદલે 50MP અલ્ટ્રા-વાઇડ સેન્સર જોઇ શકાય છે.
Galaxy S24 સિરીઝની સરખામણીમાં, નવી લાઇનઅપના ફોન ૫,૦૦૦-૭,૦૦૦ રૂપિયા મોંઘા થઈ શકે છે. Galaxy S25 ની કિંમત લગભગ Rs 84,999, Galaxy S25+ ની કિંમત લગભગ Rs 1,04,999 અને S25 Ultra ની કિંમત લગભગ Rs 1,34,999 હોવાની અપેક્ષા છે. જો કે હજુ સુધી કંપની દ્વારા કિંમત અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
