<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

દેશમાં દેવાદાર રાજ્યોમાં ગુજરાત રૂ.૪.૬૭ લાખ કરોડના દેવા સાથે ૮મા સ્થાને: તામિલનાડુ ટોચના ક્રમે

કરોડો રૂપિયાનું વ્યાજ પણ દર વર્ષે ચૂકવાઇ રહ્યું છે. તેના કારણે બિન વિકાસશીલ ખર્ચામાં મોટાપાયે વધારો

ગાંધીનગર: ગુજરાત સરકારની દેવું કરીને ઘી પીવાની નીતિના કારણે રાજ્ય પરનું કુલ દેવું વિક્રમ રીતે વધીને રૂ.૪,૬૭,૪૬૪ કરોડ પર પહોંચ્યું છે. તેની ઉપર કરોડો રૂપિયાનું વ્યાજ પણ દર વર્ષે ચૂકવાઇ રહ્યું છે. તેના કારણે બિન વિકાસશીલ ખર્ચામાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. દેશના દેવાદાર રાજ્યોમાં ગુજરાતનો આઠમો નંબર છે.

(૧)  તમિલનાડુ.     રૂ.૮,૩૪,૫૪૪  કરોડ

(૨)  ઉત્તર પ્રદેશ.    રૂ.૭,૬૯,૨૪૫  કરોડ

(૩)  મહારાષ્ટ્ર.        રૂ.૭,૨૨,૮૮૭ ‌ કરોડ

(૪)  પશ્ચિમ બંગાળ રૂ.૬,૫૮,૪૨૬  કરોડ

(૫)  કર્ણાટક.         રૂ.૫,૯૭,૬૧૮  કરોડ 

(૬)  રાજસ્થાન      રૂ.૫,૬૨,૪૯૫  કરોડ

(૭)  આંધ્ર પ્રદેશ     રૂ.૪,૮૫,૪૯૧  કરોડ

(૮)  ગુજરાત.       રૂ.૪,૬૭,૪૬૪  કરોડ

(૯)  કેરલ.           રૂ.૪,૨૯,૨૭૧. કરોડ

(૧૦) મધ્ય પ્રદેશ.   રૂ.૪,૧૮,૦૫૬ ‌‌ કરોડ

(૧૧) તેલંગાણા.    રૂ.૩,૮૯,૬૭૩. કરોડ

(૧૨) હરિયાણા.    રૂ.૩,૩૬,૨૫૩ ‌‌ કરોડ

(10:54 PM IST)