News of Wednesday, 18th December 2024
વિશ્વનું સૌથી મોટો કૃત્રિમ ટાપુ એરપોર્ટ બનાવશે ચીન
૪.૩૦ કરોડ મુસાફરોની અવરજવર થશે આ એરપોર્ટ પરઃ પ્રાદેશિક જોડાણ અને વેપારને મજબૂત કરવાનો ઉદેશ

બૈજીંગ : ચીન પ્રદેશીક જોડાણો અને વેપારને મજબૂત કરવા માટે ડાલિયાનમાં વિશ્વના સૌથો મોટા કૃત્રિમ ટાપુ એરપોર્ટનું નિર્માણ કરી રહયું છે.
સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના અહેવાલ અનુસાર, પ્રાદેશિક ક પરિવન હબ તરીકે ડાલિંયાનની સ્થિતિ સુધારવા માટે ચીન વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ ટાપુ એરપોર્ટનું નિર્માણ કરી રહયું છે. લિયાઓનીંગ પ્રાંતીય સરકારની અધિકૃત વેબસાઇટ મુજબ હાલમાં નિર્માણાધીન ડાલિયાન જીન્ઝોવાન ઇન્ટરનેશનલ એરપોર્ટ ર૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેશે.
એકવાર પૂર્ણ થઇ ગયા પછી આ નવું એરોપોર્ટ હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ (૧ર.૪૮ કિલોમીટર) અને જાપનનાં કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (૧૦.પ ચો. કીલોમીટર) જે બંને કૃત્રિમ ટાપુઓ પર બનેલ છે. તેમને પાછળ રાખી દેશે.
ઓફશોર જીંઝુવાન એરપોર્ટ, ઉત્તરપૂર્વીય બંદર શહેર ડાલિયાનને સેવા આપશે. જે તેના વ્યૂહાત્મક સ્થાનના કારણે પાડોશી જાપન અને દક્ષિણ કોરીયા સાથેના વેપારનું કેન્દ્ર છે. બોહાઇ સ્ટ્રેટના ઉત્તરીય છેડે દ્વીપકલ્પ પર આવેલું, ૬ મીલીયનથી વધુ લોકોવાળુ આ શહેર તેલ રિફાઇનરીઓ, શિપીંગ, લોજીસ્ટીકસ અને દરિયાકાંઠાના પર્યટન માટે વિકસેલું છે.
જિન્ઝોવાન મેઇનલેન્ડ ચીનનું પહેલું એરપોર્ટ છે. સંપૂર્ણપણે કૃત્રિમ ઓફશોર ટાપુ પર બાંધવામાં આવી રહયું છે. પ્રાતીય સરકારના જણાવ્યા અનુસાર, તે ચાર રનવે અને ૯,૦૦,૦૦૦ ચોરસ મીટર (લગભગ ૯૭ લાખ ચોરસ ફૂટ) માં ફેલાયેલું વિશાળ ટર્મીનલ ધરાવશે. આ ટર્મિનલ શરૂઆતમાં વાર્ષિક ૪.૩૦ કરોડ મુસાફરોને ેહેન્ડલ કરશે. હાલના ડેલિયન ઝૌશુઇઝ એરપોર્ટની ક્ષમતા કરતા બમણાથી પણ વધારે અનેદર વર્ષે ૮ કરોડ મુસાફરોને હેન્ડલ કરવા માટે તેનું પછી થી વિસ્તરણ કરાશે.
એરપોર્ટ કાઉન્સીલ ઇન્ટરનેશનલ, કેનેડા સ્થિત ઔદ્યોગિક જૂથે જણાવ્યું હતું કે એક વાર સંપૂર્ણપણે કાર્યરત થયા પછી આ એરપોર્ટ વાર્ષિક ૧૦ લાખ ટન કાર્ગોનું પણ હેન્ડલીંગ કરાશે. સમગ્ર પ્રોજેકટ માટે ૪.૩૦ બિલીયન ડોલરનો ખર્ચ થવાનું અનુમાન છે અને તે ર૦૩પ માં પૂણ થવાની ધારણા છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
