તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 18th December 2024
પહાડી મેનાઃ કુદરતનું અદ્ભૂત મિમિક્રી આર્ટીસ્ટ

પહાડી મેના એક ખૂબસૂરત અને બુધ્ધિમાન પક્ષી છે જે મુખ્યત્વે દક્ષિણ એશિયાના પહાડી વિસ્તારોમાં મળી આવે છે. તેનું શરીર કાળા રંગનું અને તેની પાંખો પર સફેદ ધાબા હોય છે જે તેને વધારે આકર્ષક બનાવે છે. તેની ખાસવાત તેની અવાજની નકલ કરવાની અદ્ભૂત ક્ષમતા છે તે માણસોની બોલી, અન્ય પક્ષીઓના અવાજ અને કયારેક કયારેક તો અન્ય અવાજોની પણ આ બેહૂબ નકલ ધકરી શકે છે.આ કારણે તો વધુ પાલતુ પક્ષી તરીકે ઘરમાં રખાય છે, તેની સાથે સમય વિતાવવો મજેદાર હોય છે.આ પક્ષી ગાઢ જંગલો, પહાડી વિસ્તારો અને બગીચાઓમાં મળી આવે છે.ગેરકાયદે શિકારના કારણે આ પ્રજાતિ સંકટગ્રસ્ત પ્રજાતિમાં ગણાવા લાગી છે
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
