<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

આંબેડકર મુદ્દે વિપક્ષની ધમાલઃસંસદમાં હોબાળો

વિપક્ષ અમિત શાહના નિવેદન પર માફી માંગવા પર અડગઃ કેજરીવાલે બીજેપીને અહંકારી ગણાવ્‍યું

નવી દીલ્‍હી, તા.૧૮: કેન્‍દ્રીય ગળહ પ્રધાન અમિત શાહે રાજ્‍યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરને લઈને કોંગ્રેસને ઘેરી હતી. આ દરમિયાન અમિત શાહના એક નિવેદનને લઈને હોબાળો થયો હતો અને વિપક્ષે અમિત શાહ પર ડૉ. આંબેડકરના અપમાનનો ગંભીર આરોપ લગાવ્‍યો હતો. જેના કારણે બુધવારે પણ સંસદમાં હંગામો ચાલુ રહ્‍યો હતો અને વિપક્ષના હોબાળાને કારણે ગળહની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી શકી ન હતી. ભાજપે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે અને આરોપ લગાવ્‍યો છે કે કોંગ્રેસ અમિત શાહના ભાષણનો વીડિયો એડિટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરી સસ્‍તી રાજનીતિ કરી રહી છે.

હકીકતમાં, બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે રાજ્‍યસભામાં કહ્‍યું હતું કે હવે ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો તમે આટલું જ ભગવાનનું નામ લીધું હોત, તો તમે સાત જન્‍મો માટે સ્‍વર્ગમાં ગયા હોત. આંબેડકરનું નામ સો વખત લો, પણ હું તમને કહીશ કે કોંગ્રેસ પાર્ટી આંબેડકર વિશે શું અનુભવે છે.શાહે કહ્‍યું કે ડો. આંબેડકરે દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું કેમ આપ્‍યું? તેમણે અનુસૂચિત જનજાતિ, કલમ ૩૭૦ અને દેશની વિદેશ નીતિ પ્રત્‍યેના અસંતોષને કારણે રાજીનામું આપ્‍યું હતું. આના પર બીસી રોયે પંડિત નેહરુને પત્ર લખ્‍યો હતો કે જો આંબેડકર અને રાજાજી કેબિનેટ છોડે તો શું થશે? તેના જવાબમાં પંડિત નેહરુએ લખ્‍યું હતું કે રાજાજીના જવાથી થોડી અસર થશે, પરંતુ આંબેડકરના જવાથી કંઈ નહીં થાય. શાહે કોંગ્રેસ પર આંબેડકર વિશે આવા વિચારો હોવાનો આરોપ લગાવ્‍યો હતો. આજે આંબેડકરને માનનારા લોકો પૂરતી સંખ્‍યામાં આવી ગયા છે, તેથી તેઓ આંબેડકર-આંબેડકર કહી રહ્‍યા છે. આજકાલ કોંગ્રેસના નેતાઓ વોટ બેંક માટે વારંવાર આંબેડકરનું નામ લે છે. કોંગ્રેસે અમિત શાહના નિવેદનને આંબેડકરનું અપમાન ગણાવ્‍યું છે. કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે અમિત શાહના રાજીનામાની માંગ પણ કરી છે. અમિત શાહની ટિપ્‍પણીને લઈને બુધવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં આંબેડકરનો ફોટો હાથમાં લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહની ટિપ્‍પણી પર નારાજગી વ્‍યક્‍ત કરતા કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે કહ્‍યું છે કે તેઓ આજે સંસદમાં સ્‍થગિત પ્રસ્‍તાવ લાવશે. મણિકમ ટાગોરે કહ્‍યું કે આંબેડકર પર ટિપ્‍પણી કરીને અમિત શાહે બંધારણના નિર્માણમાં તેમની ભૂમિકાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ સાંસદે માંગ કરી હતી કે અમિત શાહે પોતાના નિવેદન માટે દેશની માફી માંગવી જોઈએ.

 સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે રાજ્‍યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્‍યું કે ગઈકાલે કેન્‍દ્રીય ગળહમંત્રીએ કહ્‍યું કે કોંગ્રેસે આંબેડકર જીવતા હતા ત્‍યારે કેવી રીતે તેમનું અપમાન કર્યું. કોંગ્રેસે તેમને આટલા વર્ષો સુધી ભારત રત્‍ન નહોતું આપ્‍યું અને વર્ષ ૧૯૫૨માં એક ષડયંત્રના ભાગરૂપે ચૂંટણીમાં તેમનો પરાજય થયો. હું બૌદ્ધ છું અને બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલનાર વ્‍યક્‍તિ છું. આ દેશમાં બાબા સાહેબે ૧૯૫૧માં કાયદા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ૭૧ વર્ષ બાદ વડાપ્રધાન મોદીએ મને, જે બૌદ્ધ છે, દેશનો કાયદો મંત્રી બનાવ્‍યો.(રર.૧પ)

(3:29 PM IST)