<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

‘વન નેશન, વન ઈલેક્‍શન' બિલ પર મતદાન દરમિયાન ગડકરી સિંધિયા સહિત ૨૦ સાંસદો હાજર ન હતાઃ હાજરી જરૂરી હતી

જે સાંસદોએ આ સૂચનાનો અનાદર કર્યો છે તેમને નોટીસ મોકવામાં આવશે

નવી દીલ્‍હી, તા.૧૮: ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્‍દ્ર સરકારે મંગળવારે સંસદમાં ઁએક દેશ, એક ચૂંટણીઁ પર બિલ લાવ્‍યું. આ સમયગાળા દરમિયાન, ભાજપના ઘણા સાંસદો સંસદમાંથી ગાયબ રહ્‍યા, જેમાં મોદી કેબિનેટના ત્રણ મોટા પ્રધાનો, નીતિન ગડકરી, ગિરિરાજ સિંહ અને જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાના નામ પણ સામેલ હતા. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, તેમને નોટિસ મોકલવાની તૈયારી ચાલી રહી છે.

ભાજપના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પાર્ટીએ પહેલાથી જ તેના લોકસભા સાંસદોને ત્રણ લીટીના વ્‍હીપ દ્વારા આ બિલોની રજૂઆત દરમિયાન ગળહમાં હાજર રહેવાની સૂચના આપી હતી. જે સાંસદોએ આ સૂચનાનો અનાદર કર્યો છે તેમને નોટિસ મોકલવામાં આવશે. જો કે, ગેરહાજર સાંસદોએ તેમની ગેરહાજરીના કારણો અંગે પાર્ટીને જાણ કરી હતી કે કેમ તે સ્‍પષ્ટ નથી. રિપોર્ટ અનુસાર કેટલાક સાંસદોએ પાર્ટીને આ અંગે જાણકારી આપી છે.

તમને જણાવી દઈએ કે ‘સંવિધાન (૧૩૯મો સુધારો) બિલ, ૨૦૨૪' અને ‘કેન્‍દ્રશાસિત પ્રદેશ કાયદા (સંશોધન) બિલ, ૨૦૨૪' મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્‍યા હતા. જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનો પ્રસ્‍તાવ મુકવામાં આવ્‍યો હતો. આ બિલો કેન્‍દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કર્યા હતા.

વિપક્ષી સાંસદોએ બિલનો વિરોધ કર્યો હતો અને મતદાનની માંગ કરી હતી. મતોના વિભાજનમાં, ૨૬૯ સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું, જ્‍યારે ૧૯૬એ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું. હવે આ બિલોને વધુ ચર્ચા માટે સંયુક્‍ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે.

કેન્‍દ્રીય ગળહ પ્રધાન અમિત શાહે કહ્‍યું કે જ્‍યારે ‘વન નેશન, વન ઈલેક્‍શન' બિલને કેબિનેટમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્‍યું ત્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તેને વિગતવાર ચર્ચા માટે JPC પાસે મોકલવાની વાત કરી હતી.

ભાજપના સાંસદોની ગેરહાજરી પર વિપક્ષે સવાલો ઉઠાવ્‍યા હતા. કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, નીતિન ગડકરી, જ્‍યોતિરાદિત્‍ય સિંધિયા અને સીઆર પાટીલ સહિત લગભગ ૨૦ ભાજપના સાંસદો જ્‍યારે સંસદમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી' બિલ રજૂ કરવામાં આવ્‍યું ત્‍યારે ગેરહાજર હતા. ગેરહાજર સાંસદોમાં શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બીવાય રાઘવેન્‍દ્ર, વિજય બઘેલ, ઉદયરાજ ભોસલે, જગન્‍નાથ સરકાર, જયંત કુમાર રોય, વી સોમન્‍ના અને ચિંતામણિ મહારાજના નામ પણ સામેલ છે.

તમને જણાવી દઈએ કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી' યોજના હેઠળ સરકારને બંધારણીય સુધારા પસાર કરવા માટે બે તળતીયાંશ બહુમતીની જરૂર પડશે.

(3:32 PM IST)