News of Wednesday, 18th December 2024
કેજરીવાલે સંજીવની યોજના લોન્ચ કરીઃ દિલ્હીમાં ચૂંટણી પહેલા ત્રીજું મોટુ એલાન
આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વળદ્ધોને ફ્રીમાં સારવારની સુવિધા મળશે

નવી દિલ્હી, તા.૧૮: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ વધુ એક મોટું વચન આપ્યું છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે પાર્ટી હેડક્વાર્ટરમાં કહ્યું કે જો ચૂંટણી પછી તેમની સરકાર બનશે તો ‘સંજીવની યોજના' શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વળદ્ધોને મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે. વળદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરતા પહેલા આમ આદમી પાર્ટીએ વધુ બે મોટા વચનો આપ્યા છે. ઓટો ડ્રાઇવરો માટે પાંચ ગેરંટી જાહેર કરવામાં આવી હતી અને ચૂંટણી બાદ મહિલાઓને માસિક રૂ. ૨૧૦૦ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
કેજરીવાલે પાર્ટી હેડક્વાર્ટરમાં કહયું કે જો તેમની પાર્ટી ચૂંટણી બાદ સરકાર બનાવે છે તો આ સ્કીમ પસાર કરવામાં આવશે. પૂર્વ સીએમએ કહ્યું, દિલ્હીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વળદ્ધોને મફત સારવાર આપવામાં આવશે. તમે સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવો કે પ્રાઈવેટ, તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. આમાં BPL, APL મર્યાદા રહેશે નહીં. અમીર અને ગરીબ દરેકની સારવાર કરવામાં આવશે. ખર્ચની કોઈ મર્યાદા નથી, જે પણ ખર્ચ થશે તે દિલ્હી સરકાર આપશે. યોજનાના નામકરણ અંગે કેજરીવાલે કહ્યું કે, રામાયણમાં એક કથા છે, જ્યારે લક્ષ્મણજી બેહોશ થઈ ગયા ત્યારે હનુમાનજી સંજીવની લઈને આવ્યા હતા.
કેજરીવાલે કહયું કે વડીલોએ પરિવાર અને દેશને આગળ લઈ જવા માટે દિવસ-રાત મહેનત કરી છે, તેથી વળદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખવી એ આપણી ફરજ છે. તેમણે કહ્યું કે જેમ જેમ ઉંમર વધે છે તેમ ૧૦૦ રોગો આપણને ઘેરી લે છે. સારવાર અંગે ચિંતા છે. ઘણા સારા પરિવારોમાં પણ માબાપને દુઃખમાં છોડી દેવામાં આવે છે.
અરવિંદ કેજરીવાલના આ પગલાને પ્રધાનમંત્રી આયુષ્માન યોજનામાં કાપ તરીકે જોવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, આ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વળદ્ધોને ૫ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપ્યો છે. દિલ્હીની ઁઆપઁ સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના લાગુ કરી નથી. ભાજપ આ મુદ્દે આક્રમક છે અને દિલ્હીના વડીલોને કહેવામાં વ્યસ્ત છે કે AAP સરકારે તેમને આ સુવિધાથી વંચિત રાખ્યા છે
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
