<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું :નહેરુજીની આંબેડકર પ્રત્યેની નફરત જગજાહેર છે અમિત શાહનો કોંગ્રેસ પર વળતો પ્રહાર

સંસદમાં આંબેડકર મુદ્દે ભારે ધમાલ

નવી દિલ્હી. બંધારણના નિર્માતા ડૉ.ભીમરાવ આંબેડકરને લઈને સંસદમાં વિવાદ ચાલી રહ્યો છે. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદથી વિરોધ પક્ષ આક્રમક છે. આ અંગે  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે અમિત શાહે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા ડો.આંબેડકરનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે જ દેશમાં ઈમરજન્સી લાદી હતી. અમિત શાહે એમ પણ કહ્યું કે ભીમરાવ આંબેડકર પ્રત્યે જવાહરલાલ નેહરુની નફરત જાણીતી છે. તેમજ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સંસદમાં આપેલા તેમના નિવેદનને ખોટી રીતે જોવામાં આવ્યું છે.  કોંગ્રેસે તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે અને હું તેની નિંદા કરું છું

(6:16 PM IST)