News of Wednesday, 18th December 2024
વન નેશન, વન ઈલેક્શન માટે રચાનારી જેપીસીમાં જોડાઈ શકે પ્રિયંકા ગાંધી:જુઓ સંભવીત નામનું લિસ્ટ
જેપીસીમાં કોંગ્રેસના મનીષ તિવારી, જેડીયુના સંજય ઝા, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, ટીડીપીના હરીશ બાલયોગી, ડીએમકેના પી. વિલ્સન અને સેલ્વ ગંગાપતિ, શિવસેનાના શ્રીકાંત શિંદે (શિંદે)નો સમાવેશ થઈ શકે

નવી દિલ્હી :વન નેશન, વન ઈલેક્શન પર સંયુક્ત સંસદીય સમિતિ (JDC)ની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષોએ જેપીસી સભ્ય તરીકે સંભવિત સભ્યોના નામ રજૂ કર્યા છે. વન નેશન, વન ઈલેક્શન પર રચાનારી જેપીસીમાં કોંગ્રેસના મનીષ તિવારી, જેડીયુના સંજય ઝા, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, ટીડીપીના હરીશ બાલયોગી, ડીએમકેના પી. વિલ્સન અને સેલ્વ ગંગાપતિ, શિવસેનાના શ્રીકાંત શિંદે (શિંદે)નો સમાવેશ થાય છે. , TMC કલ્યાણ બેનર્જી અને સાકેત ગોખલે સભ્ય બની શકે છે.
કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી પણ જેપીસીના સભ્ય બની શકે છે. અગાઉ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસેથી નામો માંગ્યા હતા. આ બિલે ભારતના સંઘીય બંધારણ, બંધારણની મૂળભૂત રચના અને લોકશાહીના સિદ્ધાંતો અંગે મોટા પાયે કાનૂની અને બંધારણીય ચર્ચાને વેગ આપ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે લોકસભાની સાથે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજવાથી રાજ્યોની સ્વાયત્તતા પર અસર થશે અને સત્તાના કેન્દ્રીકરણની સ્થિતિ સર્જાશે.
સરકારે આ બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલી દીધું છે. જેપીસીનું કામ આના પર વ્યાપકપણે વિચાર-વિમર્શ કરવાનું, વિવિધ પક્ષો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવાનું અને સરકારને તેની ભલામણો આપવાનું છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
