તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
દાડમ ઉગાડતા ખેડૂતો સાથે પીએમ મોદીને મળ્યા શરદ પવાર :રાજકીય અટકળને વેગ
એનસીપીના ધારાસભ્ય અનિલ પાટીલે કહ્યું કે શરદ પવારની પાર્ટીના ઘણા ધારાસભ્યો અજિત પવારના સંપર્કમાં

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવાર સતારાના બે ખેડૂતો સાથે દિલ્હીમાં વડાપ્રધાનને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ખેડૂતોએ તેમના ખેતરમાંથી દાડમ વડાપ્રધાનને ભેટ કર્યા હતા. જોકે આ બેઠકના રાજકીય વર્તુળોમાં અનેક અર્થ કાઢવામાં આવ્યા છે.
ગયા મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારની પાર્ટી NCP (શરદચંદ્ર પવાર)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની પાર્ટીના ફક્ત 10 ધારાસભ્યો જ ચૂંટાયા છે. તેમનો સ્ટ્રાઈક રેટ પણ સૌથી ખરાબ રહ્યો છે. જ્યારે, છ મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીએ ફક્ત 10 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આઠમાં જીત મેળવી હતી અને શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ હતો.
આ વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર વિપક્ષનો સફાયો થઈ ગયો છે. રાજ્યમાં કુલ 288માંથી તેને માત્ર 46 બેઠકો મળી છે.
વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ શરદ પવારની પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં છે. ચૂંટણી પરિણામો આવ્યાના થોડા દિવસો બાદ તેમના ભત્રીજા અજિત પવારની પાર્ટી એનસીપીના ધારાસભ્ય અનિલ પાટીલે એક નિવેદનમાં કહ્યું કે શરદ પવારની પાર્ટીના ઘણા ધારાસભ્યો અજિત પવારના સંપર્કમાં છે.
આ પછી અજિત પવારના પુત્ર પાર્થ પવારે પણ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે જે લોકો અજિત પવારના નેતૃત્વમાં વિશ્વાસ રાખે છે તેમનું સ્વાગત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
