<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

વૈશ્વિક સંકેતોને પગલે સોના ચાંદીમાં નરમાઇ :અમદાવાદ બુલિયન બજારમાં મિશ્ર માહોલ

ચાંદીમાં છેલ્લા ત્રણ સેશન દરમિયાન ચાંદીમાં રૂપિયા 5,500નો ઘટાડો થયો

નવી દિલ્હી ; આંતરરાષ્ટ્રીયબજારમાંથી મળેલા સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવમાં આશરે રૂપિયા 200નો ઘટાડો થયો છે. દિલ્હી ખાતે સોના (99.9) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 ઘટી રૂપિયા 79,100 રહ્યા હતા.

આ ઉપરાંત દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 91,500 રહ્યા હતા. આ સાથે ચાંદીમાં છેલ્લા ત્રણ સેશન દરમિયાન ચાંદીમાં રૂપિયા 5,500નો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ ખાતે સોના ચાંદીમાં એકંદરે મિશ્ર હવામાન રહ્યું છે.

અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 90,000 રહી છે. જ્યારે અમદાવાદ ખાતે સોનાના ભાવ મક્કમ રહ્યા હતા. અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 400 વધી રૂપિયા 79,300 જ્યારે અમદાવાદ સોનું (99.5) રૂપિયા 400 વધી રૂપિયા 79,100 રહ્યા હતા.

(12:23 AM IST)