<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

દિલ્હીના સફદરજંગ એન્ક્લેવમાં લાગેલી આગમાં વૃદ્ધ દંપતિનુ મોત

80 વર્ષીય ગોવિંદ રામ નાગપાલ અને તેમની 78 વર્ષીય પત્ની શીલા નાગપાલના મોત

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સફદરજંગ એન્ક્લેવના B2 બ્લોક સ્થિત એક મકાનમાં બુધવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં અહીં રહેતા બે વૃદ્ધના મોત થયા હતા. માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ ફાયર ટેન્ડરોની મદદથી લગભગ બે કલાકની જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં મૃત્યુ પામેલા મૃતકોની ઓળખ, 80 વર્ષીય ગોવિંદ રામ નાગપાલ અને તેમની 78 વર્ષીય પત્ની શીલા નાગપાલ તરીકે થઈ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

(9:31 AM IST)