News of Thursday, 19th December 2024
૧૪૨ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં ૧૧૫.૨ કરોડ મોબાઇલ સબ્સક્રિપ્શન
કેન્દ્ર સરકારે જાહેર કર્યો ડેટા : ભારતના કુલ ૬,૪૦,૧૩૧ ગામોમાંથી ૬,૨૩,૬૨૨ ગામ મોબાઇલ કવરેજ ક્ષેત્રમાં આવી ગયા

નવી દિલ્હી, તા.૧૯: ભારતમાં મોબાઇલ ફોન યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધી ૧૧૫.૨ કરોડ મોબાઇલ સબ્સક્રિપ્શન નોંધાયા છે. આ સાથે જ ભારતના કુલ ૬,૪૦,૧૩૧ ગામોમાંથી ૬,૨૩,૬૨૨ ગામ મોબાઇલ કવરેજ ક્ષેત્રમાં આવી ગયા છે.
લોકસભામાં જવાબ આપતી વખતે IT મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં આશરે ૧૦૦ કરોડથી વધુ વસતીના હાથમાં મોબાઇલ ફોન પહોંચી ચુકયો છે. અત્યાર સુધીમાં દેશની કુલ વસતીમાંથી ૧૧૫.૨ કરોડ મોબાઇલ મોબાઇલ સબ્સક્રિપ્શન નોંધાયા છે. ત્યાં જ દેશના ૬,૪૦,૧૩૧ ગામોમાંથી ૬,૨૩,૬૨૨ ગામ સુધી મોબાઇલ કવરેજ પહોંચી ગયું છે. આ ઉપરાંત જે ગામમાં હજુ સુધી મોબાઇલ કવરેજ નથી પહોંચ્યું ત્યાં પણ ટૂંક સમયમાં મોબાઇલ કવરેજ પહોંચાડવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
મંત્રાલયે પોતાના જવાબમાં જણાવ્યું કે, સરકાર મોબાઇલ કવરેજના વિસ્તારની સાથે જ ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે પણ ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. ગ્રામીણ અને છુટાછવાયા ક્ષેત્રોને ડિજિટલ રૂપથી સશક્ત બનાવાવના ઉદ્દેશથી સરકારે ડિજિટલ ભારત નિધિ જેવી યોજનાઓ શરૂ કરી છે. પર્વતીય વિસ્તારોમાં મોબાઇલ ટાવર લગાવવાનો કામ પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે.
ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ નેટવર્ક વિસ્તારવાની યોજના માટે સરકારે રૂપિયા ૧,૩૯,૫૭૯ કરોડનું બજેટ મંજૂર કર્યું છે. આ યોજનામાં ૧૦ વર્ષ સુધી બ્રોડબેન્ડ સેવાઓની જાળવણી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં દેશના વધુ ૧૬,૫૦૯ ગામડાઓને મોબાઈલ કવરેજ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.(
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
