હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

મુંબઇ, તા.૧૯: આજે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ ૧,૧૦૦ પોઈન્ટથી વધુ તૂટયો અને નિફ્ટી ૨૪,૦૦૦ પોઈન્ટની નીચે ગયો. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવતા આ ઘટાડો આવ્યો છે. ડિસેમ્બરમાં વ્યાજદરમાં અપેક્ષા મુજબ ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેડરલ રિઝર્વે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠકમાં આ નિર્ણય લીધો છે. આ ઘટાડા પછી, વ્યાજ દર ૪.૫%-૪.૭૫% થી ઘટીને ૪.૨૫્રુ-૪.૫્રુની લક્ષ્ય રેન્જમાં આવી ગયો છે. ફેડએ જુલાઈથી ૧% જેટલો ઘટાડો કર્યો છે. વ્યાજ દર ડિસેમ્બર ૨૦૨૨ના સ્તરે આવ્યા હતા.આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૯૩૦ ઘટીને ૭૯૨૫૧ તો નિફ્ટી ૨૩૪ ઘટીને ૨૩૯૬૪ ઉપર છે દરમિયાન, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૫.૯૪ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૬.૬૬ લાખ કરોડ થયું હતું. વર્ષના બજારમાં ભારે ઘટાડા વચ્ચે રૂપિયો પણ ડોલર સામે સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ગુરુવારે શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા ઘટીને ૮૫.૦૬ના સર્વકાલીન નીચા સ્તરે પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વે ૨૦૨૫ માટે તેના અનુમાનોને સમાયોજિત કર્યા છે, જે વધુ સાવધ નાણાકીય નીતિના વલણનો સંકેત આપે છે. આનાથી ભારતીય રૂપિયા સહિત ઇર્મજિંગ માર્કેટ કરન્સી પર દબાણ આવશે.
આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો નબળા વલણ સાથે ખુલ્યો અને ડોલર સામે ૮૫.૦૦ ના સ્તરને વટાવી ગયો. આયાતકારોની માંગ, વિદેશી મૂડીનો પ્રવાહ અને સ્થાનિક ઇક્વિટી બજારોમાં નરમ વલણ વચ્ચે ડોલર અમેરિકન ચલણ સામે ૮૫.૦૬ ની સર્વકાલીન નીચી સપાટીએ ગબડી ગયો હતો, જે અમેરિકન ચલણ સામે ૧૨ પૈસા ઘટીને ૮૫.૦૬ ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. નો ઘટાડો દર્શાવે છે. બુધવારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૮૪.૯૪ ના સ્તર પર બંધ થયો હતો.
દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, તે ૦.૦૧ ટકા વધીને ૧૦૮.૦૩ પર હતો. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૪૨ ટકા ઘટીને ઼૭૩.૦૮ પ્રતિ બેરલ થઈ ગયું છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બુધવારે વેચાણકર્તા હતા અને કુલ રૂ. ૧,૩૧૬.૮૧ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
દરમિયાન, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૫.૯૪ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૬.૬૬ લાખ કરોડ થયું હતું.
આ સિવાય સૌથી વધુ ઘટાડો HDFC બેન્ક, ઈન્ફોસિસ, ICICI બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, SBI અને HCL ટેકમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, એક્સિસ બેંક, એમએન્ડએમ, કોટક બેંક અને બજાજ ફાઇનાન્સ જેવા બેંકિંગ શેરોએ પણ આ ઘટાડા માટે ફાળો આપ્યો હતો.
ડોમેસ્ટિક IT કંપનીઓ, જેઓ તેમની આવકનો મોટો હિસ્સો યુએસમાંથી આવે છે, તેમણે LTIs Mindtree, Mphasis અને Wiproની આગેવાની હેઠળ યુએસ વ્યાજ દરો પર ૫ નીચા ખુલ્યા હતા. દરમિયાન, ભારત VIX સેન્સેક્સ ૫% વધીને ૧૪.૩૭ પર પહોંચ્યો હતો.
રૂપિયો પ્રતિ ડોલર ૮૪.૯૪ ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે
બુધવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ત્રણ પૈસા ઘટીને ૮૪.૯૪ (પ્રોવિઝનલ) પ્રતિ ડૉલરની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે આયાતકારો અને વિદેશી બેંકો તરફથી ડોલરની મજબૂત માંગ અને સ્થાનિક બજારોમાં નરમ વલણને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. જેના કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો હતો.
વૈશ્વિક બજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો
૨૦૨૫માં યુએસ ફેડના રેટ કટના અંદાજોની અસર વિશ્વભરના બજારો પર જોવા મળી રહી છે. મોટાભાગના એશિયન બજારો આજે ઘટયા છે. લ્્રૂભ્ ૫૦૦ અને ર્ફીતફર્ુીષ્ઠ લગભગ ૩ ટકા ઘટયા હતા. ડાઉ જોન્સ ૨.૫૮ ટકા ઘટીને બંધ થયા છે. તે જ સમયે, યુએસ ડોલરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. યુએસ ફેડના નિર્ણયો બાદ યુએસ ડોલર લગભગ ૨ વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.(૨૩.૩૪)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM