હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દીલ્હી, તા.૧૯: કોરોના રોગચાળા દરમિયાનના આંચકા પછી, લોકોમાં બચત કરવાની વળત્તિ ઝડપથી વધી છે અને ખાસ કરીને ઇમરજન્સી ખર્ચ માટે. હવે સ્થિતિ એવી છે કે સૌથી વધુ ૬૧ ટકા લોકો સંકટના સમયે જરૂરી ઘર ખર્ચને પહોંચી વળવા બચત કરી રહ્યા છે. આ પછી ૪૮ ટકા લોકો બાળકોના સારા ઉછેર માટે પૈસા બચાવી રહ્યા છે.
બેંક બજારના ‘મનીમૂડ' રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૪૭ ટકા લોકો નફા માટે, ૪૪ ટકા લોકો જીવનશૈલીમાં સુધારો કરવા માટે, ૪૨ ટકા લોકો મુસાફરી માટે, ૩૧ ટકા લોકો નિવ્રુત્તિ માટે, ૨૮ ટકા લોકો લક્ઝરી પ્રોડક્ટ્સ પર અને ૨૭ ટકા લોકો સ્કિલ ડેવલપમેન્ટ માટે બચત કરી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાંબા ગાળે બચત કરવા માટે લોકો હવે ફિક્સ અને રિકરિંગ ડિપોઝીટને બદલે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં વધુ રોકાણ કરી રહ્યા છે. આ વર્ષે, ૬૨ ટકા લોકોએ SIPમાં નાણાંનું રોકાણ કર્યું છે, જે ૨૦૨૨ના ૫૭ ટકા કરતાં પાંચ ટકા વધુ છે. ફિક્સ અને રિકરિંગ ડિપોઝિટમાં મહેનતથી કમાયેલા નાણાંનું રોકાણ કરનારા લોકોની સંખ્યા ૫૪ ટકાથી વધીને ૫૭ ટકા થઈ ગઈ છે.
૬૧% લોકો -તિકૂળ સંજોગોમાં જરૂરી ખર્ચ માટે નાણાં બચાવે છે. ૫૭% હજુ પણ ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટને વધુ સારી માને છે. શેરબજાર-ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારો ઘટયાઃ
૨૦૨૨ (%) ૨૦૨૪(%)
પીએફ-પોસ્ટલ સ્કીમ૪૫% ૪૧%
શેરબજાર ૪૫% ૪૦%
જીવન વીમો ૪૬% ૩૭%
સોનું ૩૩% ૩૦%
ક્રિપ્ટોકરન્સી ૩૨% ૧૨%
દિવાળી પર રેકોર્ડ બે લાખ કરોડનો ખર્ચ, આ વર્ષે દિવાળીના મહિનામાં લોકોએ ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ૨૦૨૩માં તે ૧.૬ લાખ કરોડ રૂપિયા હતી.
આ સમયગાળા દરમિયાન કુલ ૪૩.૩ કરોડ વ્યવહારો થયા હતા. ૨૦૨૩માં તે ૨૯.૭ કરોડ હતો. દિવાળીના મહિનામાં લોકોએ સરેરાશ ૪,૬૫૯ રૂપિયા ખર્ચ્યા છે. આ ૨૦૨૩માં રૂ. ૫,૫૭૭ કરતાં ઓછું છે. ૨૦૨૩માં ક્રેડિટ કાર્ડ દીઠ સરેરાશ ખર્ચ રૂ. ૧૬,૭૩૪ થી વધીને રૂ. ૧૮,૮૭૮ થયો હતો.
નિવ્રુત્તિ : ૫૮ ટકા લોકો પાસે પૂરતું ભંડોળ છે. મનીમૂડ રિપોર્ટ અનુસાર, ૫૮ ટકા લોકોએ નિવળત્તિ પછી વધુ સારું જીવન જીવવા માટે પૂરતું ભંડોળ બચાવ્યું છે. ૪૨ ટકા લોકો પાસે રિટાયરમેન્ટ ફંડ નથી.
નિવ્રુત્તિ માટે બચત લક્ષ્યઃ છ ટકા લોકોએ નિવળત્તિ માટે રૂ. ૨૫ લાખથી વધુ બચત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ૧૯ ટકા લોકો ૨૫-૫૦ લાખ રૂપિયાની બચતને અને ૧૭ ટકા લોકો ૫૦-૭૫ લાખ રૂપિયાની બચતને પર્યાપ્ત માને છે.
૧૪ ટકા લોકોએ રૂ. ૭૫ લાખથી રૂ. ૧ કરોડનું રિટાયરમેન્ટ ફંડ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ૧૨ ટકા લોકો ૧-૧.૫ કરોડ રૂપિયાના ફંડને અને ૧૦ ટકા લોકો ૨-૫ કરોડ રૂપિયાના ફંડને પર્યાપ્ત માને છે.
યોગ્ય ઉંમરઃ ૫૪ ટકા લોકો ૫૧-૬૦ વર્ષને નિવળત્તિ માટે યોગ્ય ઉંમર માને છે. ૨૧ ટકા લોકો ૪૧-૫૦ વર્ષ સુધીમાં નિવ્રુત્ત થવા માંગે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM